ઝી બ્યુરો/અમદાવાદ: શહેર પોલીસમાં શિસ્ત ભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વેજલપુર પીઆઇ રાજવીના મેસેજ કાંડ બાદ ઓડિયો કલીપ વાયરલ થઈ છે. વેજલપુરના પોલીસકર્મીની ઓડિયો કલીપ વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વેજલપુરના પોલીસકર્મીએ યુવકને બીભત્સ ગાળો બોલી પોલીસ સ્ટેશને આવવા દબાણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કૃપેશ જોશી નામના પોલીસકર્મીની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. આ ઘટનાને પગલે ભોગ બનેલા યુવકે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીને રજુઆત કરી છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉશ્કેરી પણ કરી હતી.



ફોન પર સતત 4 મિનીટ સુધી ગાળો બોલી
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેજલપુર પોલીસ સ્ટેશનના કૃપેશ જોશી નામના પોલીસકર્મીએ એક યુવકને ફોન કરી પોલીસ સ્ટેશન આવવા માટે દબાણ કર્યું હતું. આ પોલીસ કર્મીએ આટલેથી અટકાયો નહોતો, તેણે યુવકને ફોન પર સતત 4 મિનીટ સુધી ગાળો બોલી હતી. આ યુવકના વકીલ જ્યારે પોલીસકર્મી સાથે વાત કરી તો પોલીસકર્મીએ તેમની સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરી હતી. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી દાખલ થઈને  ફરિયાદ કરવા સલાહ આપી હતી. આ તમામ ઘટના બાદ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


કમિશનરને રજૂઆત 
સમગ્ર ઘટનાને લઇ યુવાને ઓડિયો સાથે સમગ્ર ઘટનાની ફરિયાદ કમિશનરને કરી છે. જો કે આ મામલે હજી સુધી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી નથી.  4 મિનીટ 12 સેકંડના ઓડિયોમાં વારંવાર પોલીસકર્મી કૃપેશ જોશી અનેક વખત યુવતીને દવા પીવા માટે ઉશ્કેરણી કરી રહ્યો છે.