Dense Fog in Ahmedabad: આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી એક સાથે લાખો વાહનોના હોર્ન રણકવા લાગ્યા...એક સાથે ઠેર-ઠેર રસ્તાઓ પર ટ્રાફિકજામ થવા લાગ્યો....એક સાથે સંખ્યાબંધ રાહદારીઓને પણ રસ્તા વચ્ચે વાહનોની ભીડમાં અટવાવું પડ્યું. ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે, વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. સામાન્ય રીતે ખાસ કરીને શિયાળાની સિઝનમાં વાતાવરણની અસરના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં આ પ્રકારે ઝીરો વિઝિબલિટીની સમસ્યા જોવા મળતી હોય છે. પણ હવે ગુજરાત અને આપણું અમદાવાદ પણ ધુમ્મસને કારણે ધુંધળું દેખાવા લાગ્યું છે. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકબીજાને અડકીને વાહન ચલાવતા હોય છતાં આગળનું વાહન ન દેખાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એના જ કારણે એક સાથે સંખ્યાબંધ વાહનોના હોર્ન રણકવા લાગતા નોઈસ પોલ્યુશન પણ વધ્યું હતું. સાથે જ કેટલાંક ઠેકાણે લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા હતાં. હાલ સ્થિતિ એવી છેકે, તમે પણ ઘરેથી નીકળતો તો સાચવજો, કારણકે, ઠંડીના કારણે આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી જાણી લેશો તો તમને આ અંગેની વિગતો મળી જશે.


ઉલ્લેખનીય છેકે, સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઝીરો વિઝિબલિટીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જેને કારણે દિવસ દરમ્યાન પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડે છે. એટલું જ નહીં કોર્ટની ગાઈડલાઈન અનુસાર એજ કારણસર ટુવ્હીલર વાહનો જે નવા બને છે એમાં હેડલાઈટ ફરજિયાત ચાલુ રહે તેવી જ બનાવવામાં આવે છે. જોકે, કંઈક આવી જ સ્થિતિ આજે ગુજરાતના શહેરોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદમાં ધોળા દિવસે કંઈ દેખાતું નથી. વહેલી સવારે વિઝિબલિટી સાવ ઝીરો થઈ જતાં લાખો વાહનચાલકો અટવાયા હતાં.

શહેરમાં ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબ્લિટી થઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે, 132 રીંગ રોડ, એસ.પી. રિંગ રોડ જેવા મોટા દોરી માર્ગો પર સંખ્યાબંધ વાહનો ઝીરો વિઝિબિલિટીને કારણે અટવાયા હતાં.  
50-100 મીટર બાદ વિઝિબ્લિટી ઝીરો થઈ જતી હતી. તેથી વહેલી સવારે ધુમ્મસને કારણે અમદાવાદમાં પણ તમને દિલ્હી જેવા વાતાવરણનો અનુભવ થતો હતો. સામાન્ય રીતે દિલ્હીમાં આ પ્રકારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જતી હોય છે. આ તો અમદાવાદમાં પણ ઝીરો વિઝિબિલિટીને કારણે નોકરી-ધંધા પર ઉતાવળે જતા લાખો લોકોએ ફરજિયાત ધીમી ગતિએ વાહન ચલાવવા પડી રહ્યા હતાં. વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.