અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વરસાદને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ છે. કાંકરિયાથી લઈને મણિનગર રેલવે સ્ટેશન સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. વટવાના પુનિતનગર રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી.


LIVE: વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, 50 સોસાયટી પાણીમાં ડૂબી


જૂઓ LIVE TV.....



શહેરમાં વરસાદને કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે. એએમસીની સૂચના બાદ સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાબરમતી નદીનું લેવ ઓછુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાસણા બેરેજની હાલમાં 131.50 ફૂટની સપાટીને 129 ફૂટની કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.