મૌલિક ધામેચા/ અમદાવાદ: યુપીના કુખ્યાત ગેંગસ્ટર અને શાર્પશૂટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કુખ્યાત આરોપી મનીષએ પોતાના શાર્પશૂટર માટે કેટલાક હથિયારો પણ સંતાડી રાખ્યા હતા. જે ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં મનીષ બનાવટી નામે રહીને ખંડણી પેટે મળેલા રૂપિયા શરીફ જિંદગી જીવવા માંગતો હતો પરંતુ પોલીસે અનેક મહિનાઓ સુધી મહેનત કરી આરોપી મનીષને મુંબઈથી પકડી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં ઉભેલા ગેંગસ્ટર મનીષ સિંઘ પર અનેક હત્યા અને ખંડણીનો આરોપ લાગેલો છે અને યુપીના ગેંગસ્ટરનો સાગરીત પણ રહી ચૂકેલો મનીષ અનેક રાજ્યોના અનેક શહેરોમાં શાર્પસુટર પૂરા પાડી હત્યા કે ખંડણી માગવાની ગેંગ ચલાવવામાં માંગતો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી મનીષ સિંઘ મુંબઈથી પકડાયો અને સંખ્યાબંધ ગુનાઓના ભેદ ઉકેલાયા. આરોપી મનીષની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા પણ સામે આવ્યા છે. જેમાં મનિષે બોટાદમાં ડબલ મર્ડર અને અંજામ આપ્યો તે અંગે પણ ખુલાસો થયો છે. જ્યારે શાર્પશૂટરો પણ મોકલી 35 લાખ રૂપિયા વસુલ્યા હોવાનું પણ સામે આવ્યુ છે અને આજ ખંડણીના રૂપિયા અમદાવાદમાં વ્યાજે ફેરવવા લાગ્યો હતો.


ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન, વિદ્યાર્થીઓનું જીવન અને આરોગ્ય પ્રથમ પ્રાથમિકતા


આરોપી મનીષની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે પોતાના શાર્પશૂટરો માટે સાબરમતી ડી-કેબીન પાસે ખંડેર મકાનોમાં હથિયારો પણ સંતાડી રાખેલા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે 2 હથિયાર, 2 મેગેઝીન અને 190 થી વધુ કારતૂસ પણ રિકવર કર્યા છે. એટલું જ નહીં મનીષ સિંઘની પૂછપરછ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી તે બનાવટી દસ્તાવેજી પુરાવા બનાવી રહેતો હતો.


ગુજરાતમાં છવાશે અંધારપટ્ટ? આ કારણે સમગ્ર રાજ્યમાં ઉભું થઈ રહ્યું છે વીજ સંકટ


મહત્વનું છે કે, આરોપી મનીષ સિંઘ અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવા માંગતો હતો. પરંતુ લોનથી લીધેલા વાહને પગલે તેની ઓળખ છતી થઇ અને ખોટા ઉભા કરેલા દસ્તાવેજી પુરાવાઓ પણ પોલીસના હાથે લાગ્યા. જેને પગલે હવે ક્રાઈમ બ્રાન્ચે બનાવટી નામ શિવલાલ શર્માના તમામ દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા છે. ત્યારે આ પુરાવાઓ ક્યાંથી બનાવ્યા હતા અને તેમાં કોને કોને મદદ કરી હતી? તે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube