ઉદય રંજન/અમદાવાદ: આજકાલ ઓનલાઈન ગેમનું આંધળું અનુકરણ લોકોને લાગ્યું છે. પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો. જેમાં એક ડોક્ટર નું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, અપહરણ ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું અપરણ થયું છે અને અહરણકર્તાઓએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી છે. 


તહેવારો ટાણે રાજકોટની જનતાને ડબલ જલસો! ગાંઠિયાના ભાવમાં કરાયો ઘરખમ ઘટાડો


પરંતુ જ્યારે સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી, જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી. જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે. તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા. જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે અને રૂપિયા 15 લાખ તૈયાર રાખજો, તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલીસીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.


ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો. ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે, ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટર એ જ કબૂલી છે.


ગુજરાત શું ગાંજાનું હબ બનશે! વહેલી સવારે અહીં શાકભાજીની સાથે થાય છે ગાંજાનું વેચાણ


ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા 12 લાખ સામેવાળા માંગે છે, તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ડોક્ટરની કડકાઈ પૂર્વક પૂછપરછ કરી ત્યારે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે, વર્ષ 2015 થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા. તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી 26 લાખ 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.


ડોક્ટરનો વ્યવસાય આપણા સમાજમાં ઉચ્ચ દરજ્જાનો વ્યવસાય માનવામાં આવે છે. આવા જ પ્રકારના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે સમાજમાં એક ખોટુ મેસેજ પણ પહોંચતો હોય છે. ઓનલાઈન જુગાર રમવું તેને લઈને સરકારે આવનારા સમયમાં કોઈ ચોક્કસ પોલીસની અથવા તો કડક નીતિ નિયમો લાગુ કરવા જોઈએ. જો નજીકના સમયમાં આવા કોઈ નીતિ નિયમો લાગુ કરવામાં નહીં આવે તો આવા અનેક લોકો ઓનલાઇન ગેમના બહાને જુગાર રમવાની પ્રવૃત્તિમાં સંડોવાઈ જશે અને સમગ્ર પરિવારને બરબાદ કરી મુકશે.


'રામ રાખે તેને કોણ ચાખે': નવજાત શિશુને ખેતરમાં કોઈ દાટી ગયું, હલચલ થતાં ખોદ્યું તો જીવિત બાળકી નિકળી


હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ એટલે કે ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube