અમદાવાદ: અમદાવાદના શિવરંજીની વિસ્તારમાં આવેલા સાથસંગાથ ફ્લેટમાંથી એક પત્નીએ પોતાની પતિને અન્ય યુવતી સાથે ઝડપી લીધો છે. વેપારી પતિ એક વિદેશી યુવતી સાથે આ ફ્લેટમાં આવ્યો હતો. જોકે પત્ની પણ ફ્લેટમાં પહોચી ગઇ હતી. ત્યારબાદ વિદેશી યુવતી સાથે રંગરેલિયા મનાવી રહેલા પતિને ઝડપી લીધો હતો. 12 કલાકના ગાળામાં જ પત્નીએ પતિને 2 વખત ઝડપી પાડ્યો. હોબાળો થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 રૂપિયા સુધી સસ્તુ થશે પેટ્રોલ, 4 રૂપિયા ઘટશે ડીઝલના ભાવ, આ છે SBIનો નવો ફોર્મૂલા 



મળતી માહિતી મુજબ અમદાવાદના શિવરંજની પાસેના સાથસંગાથ ફ્લેટમાં એક પત્નીએ પોતાના પતિને પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપ્યો પાડ્યો હતો. પત્ની હાથે રંગહાથ ઝડપાઇ ગયેલા વેપારી પતિએ કહ્યું હતું કે વિદેશી યુવતિ મારી ફ્રેંડ છે, મારી પત્ની મારા પરિવાર સાથે સંબંધ રાખવા માંગતી નથી. જ્યારે હું ફ્રેશ થવા ગયો તે સમયે મારી પત્ની આવી પહોંચી હતી. મેં મેડિકલ ચેકઅપ કરાવવા માટે પણ કહ્યું છે.


વેપારીની પત્ની જણાવ્યું હતું કે હું છેલ્લા ચાર મહિનાથી અલગ રહું છું. તે દરરોજ દારૂ પીને મારઝૂડ કરે છે. તે પરસ્ત્રી સાથે સંબંધ રાખે છે. ગઇકાલે રાત્રે મહિલા પોલીસના આદેશ મુજબ હું મારો સામાન લેવા માટે ફ્લેટ પર આવી હતી ત્યારે તેમને આ વિદેશી યુવતિને મારા પતિ સાથે નગ્ન હાલતમાં ઝડપી પાડ્યા હતા અને પોલીસને બોલાવી હતી. આજે સવારે જ્યારે હું સોસાયટીના ચેરમેન સાથે વાત કરવા આવી ત્યારે મને ખબર પડી છે છોકરી હજુ પણ ફ્લેટમાં છે. જ્યારે આજે પણ હું ફ્લેટ પર ગઇ તો તે વિદેશી યુવતિ અર્ધનગ્ન અવસ્થામાં જોવા મળી. ત્યારબાદ ફરી પોલીસને જાણ કરીને બોલાવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. 


વેપારીની પત્ની આગળ જણાવ્યું હતું કે ગઇકાલે પણ પોલીસે એફઆરઆઇ કરી ન હતી. મેં તેમના મેડિકલ ટેસ્ટની માંગણી કરી છે. હું આશા રાખું છું કે મને ન્યાય મળે છે. મારા પતિ વિરૂદ્ધ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે. યોગ્ય સજા મળવી જોઇએ.