અમદાવાદી વૃદ્ધને એકલતા દૂર કરવા બીજા લગ્ન કરવા ભારે પડ્યા, પત્નીએ એવો ઘટસ્ફોટ કર્યો કે પગ તળેથી જમીન સરકી ગઈ
Old Age Man Second Marriage : તમને સાંભળીને જ ચક્કર આવી જાય એવો એક કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. ઢળતી ઉંમરે પત્ની લાવવાનો શોખ એક વ્યક્તિને ભારે પડી ગયો છે. આખરે વૃદ્ધએ પત્ની, સાસુ અને બે સાઢુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
Ahmedabad News : અમદાવાદના એક વૃદ્ધને એકલતા દૂર કરવા બીજા લગ્ન કરવા ભારે પડ્યા હતા. કારણ કે, લગ્ન બાદ પત્નીએ એવા ઘટસ્ફોટ કર્યો કે વૃદ્ધના પગ તળેથી જમીન ખસી ગઈ. પત્નીએ પોતે એચઆઇવીની બીમારી ધરાવતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમજ લગ્ન બાદ પત્નીએ વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યુ હતું. વૃદ્ધનું મકાન પડાવી લેવા સાસુ, બે સાઢુઓએ ધમકી આપી માર માર્યો હતો. તેમજ પત્ની ખર્ચ માટે પૈસા આપવા પણ દબાણ કરતી હતી. આખરે કંટાળેલા વૃદ્ધએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક વૃદ્ધની પત્નીનુ મૃત્યુ થયુ હતું. તેથી તેઓએ બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમની બીજી પત્નીએ તેમની સામે ખુલાસો કર્યો કે તેને એચઆઈવીની બીમારી છે. આ બાદ વૃદ્ધ ગભરાઈ ગયા હતા. વૃદ્ધએ મહિલા સાથે કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધો બાંધવાનું ટાળ્યુ હતું, અને તેની સાથે માત્ર વાતચીતના સંબંધો રાખ્યા હતા. આ ઉપરાંત તેઓ બીજી પત્નીની અગાઉની દીકરીઓનો અભ્યાસ અને અન્ય ખર્ચ પણ ઉઠાવતા હતા.
ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, દરિયામાં કરંટ છતાં ભાવનગર રો-રો ફેરી ચાલુ રખાઈ
પરંતુ બાદમાં પત્નીનો ત્રાસ વધી ગયો હતો. પત્ની તેમની પાસેથી વારંવાર રૂપિયા માંગવા લાગી હતી. જો રૂપિયા ન આપે તો વૃદ્ધ સાથે ઝઘડા કરતી હતી. વૃદ્ધ રૂપિયા માંગવાનું કારણ પૂછે તો તેમને કહેતી કે, મને બોલ્યા વગર રૂપિયા આપી દેવાના, ક્યાં ખર્ચ થાય છે તે ન પૂછવાનું. આમ, વૃદ્ધ ઝઘડો ટાળવા માટે ચૂપચાપ રૂપિયા આપી દેતા હતા. આ ઉપરાંત તેમની બીજી પત્ની તેમને ઝગડા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની પણ વારંવાર ધમકી આપી હતી.
કેનેડા જતા ગુજરાતીઓ ડરી જાય તેવી ઘટના, કેનેડાના જંગલમાં ફરી રહી છે ચુડેલ
આ બાદ બીજી પત્નીનો ત્રાસ સતત વધતો જતો હતો. એકવાર તેમની બીજી પત્નીએ પોતાના માતા અને બે બનેવીને ઘરે બોલાવ્યા હતા. જેમાં તેની માતાએ વૃદ્ધને કહ્યું કે, ‘તારે આ મકાન મારી દીકરીના નામે કરી દેજે નહીંતર તારા હાથ પર તોડી નાંખીશું.’ તો બંને સાઢુ ભાઈઓએ કહ્યુ હતુ કે, ‘તું આ મિલકત લઇને શું ઉપર જવાનો છે, તું હવે કેટલું જીવીશ.
આમ કહીને બંનેએ વૃદ્ધને માર માર્યો હતો. જેથી આખરે વૃદ્ધએ પત્ની, સાસુ અને બે સાઢુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો