અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ
અમદાવાદના રમત-ગમત પ્રેમીઓ સહિત શહેરીજનોને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. શહેરના નારણપુરા ખાતે 20 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આકાર પામશે. ભારત સરકાર દ્વારા આ પ્લાનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદના રમત-ગમત પ્રેમીઓ સહિત શહેરીજનોને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. શહેરના નારણપુરા ખાતે 20 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આકાર પામશે. ભારત સરકાર દ્વારા આ પ્લાનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કુલ 600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 20 એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. આ કોમ્પલેક્ષ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ અને ફુટબોલ ગ્રાઉન્ડ નિર્માણ પામશે. ઇન્ડોર ગેમમાં 6 ટેબલટેનીસ કોર્ટ, બેડ મિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ માટે ચાર મલ્ટીપર્પઝ કોર્ટ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો:- કોરોના સામે ગુજરાતીઓને હાલમાં રાહત, જો સાવચેત નહીં રહે તો વધી શકે છે કેસ
આ ઉપરાંત ટેકવાન્ડો, માર્શલ આર્ટ્સ, યોગા, કબડ્ડી માટે એક મલ્ટીપર્પઝ હોલ બનાવવાનું આયોજન કરવામાં આવશે. તેમજ આઉટડોર ગેમ માટે ચાર ટેનીસ કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને 400 મીટર એથલેટીક ટ્રેક બનાવવામાં આવશે. ઇન્ડોર ગેમ જોવા માટે 5000 જેટલા દર્શકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. 1650 વાહનો માટે વિશાળ પાર્કિંગ જેમાં 850 ટુ વ્હીલર અને 800 ફોર વ્હીલર પાર્ક કરવામાં આવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube