Ahmedabad News : અમદાવાદ હવે કોંક્રિટનું જંગલ બની ગયું છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતો બની ગઈ છે. રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. આવામાં વૃક્ષો કેવી રીતે શ્વાસ લેતા હશે. અમદાવાની ઉંચી ઉંચી ઈમારતો વચ્ચે કેટલા વૃક્ષો છે તે વિશે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષોની ગણતરી હાથમાં લેશે. અમદાવાદમાં ક્યાં, કેટલા અને કેવા પ્રકારના વૃક્ષોની માહિતી મેળવાશે. પહેલીવાર GIS તેમજ GPS મેપિંગ પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરાશે. જોકે, 13 વર્ષના લાંબા ગાળા બાદ એએમસી ટ્રી સેન્સસ કરશે. જેને કારણે અમદવાદમાં કેટલા, કયા પ્રકારના વૃક્ષો છે તે જાણી શકાશે. સાથે જ વિકસતા શહેરની સાથે જરૂરી વૃક્ષો જેટલી હાજરી પણ છે કે નહિ તે પણ જાણી શકાશે. સાથે જ માનવ જીવન માટે ખતરારૂપ કોનોકાર્પસ પણ કેટલા છે તે પણ જાણી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 વર્ષ બાદ ટ્રી સેન્સસ કરાશે
આમ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે વૃક્ષોની ગણતરી કરવામાં આવે જ છે. પરંતું પહેલીવાર શહેરના તમામ 48 વોર્ડ વિસ્તાર સહિત એસ.જી.હાઈવે તથા સરદાર પટેલ રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ પધ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. તેર વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને ગ્લોબલ ઈન્ફર્મેશન પધ્ધતિથી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં દસથી બાર ટકા ગ્રીન કવર એરીયા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. 15 એપ્રિલે પ્રિબીડ મિટીંગ થશે. 


ગોંડલના રસ્તા પર લોહીની નદી વહી, મંદિર જવા નીકળેલા બે જીગરજાન મિત્રોને કાળ ભરખી ગયો


ટ્રી સેન્સસથી આ માહિતી મળશે 
1. વૃક્ષનુ નામ, ઉંમર,કેટલા વર્ષ જુનુ છે
2. વૃક્ષનો ઉપયોગ, ઔષધીય ફાયદા
3. વૃક્ષમાં થતા કુદરતી રોગ અને નિકાલનો ઉપાય
4. વૃક્ષના થડ,મુળનો ઘેરાવ
5. જવલ્લે મળી આવતા વૃક્ષ અને તેનુ મહત્વ


ટ્રી સેન્સસનો હેતુ
વૃક્ષની જાતવાર સંખ્યા, ગીચતા અને ભૌગોલિક વિવરણ મળશે. કલાઇમેટ ચેન્જ માટે અસરકારક પુરવાર થશે. સાથે જ દુર્લભ પ્રકારના અને વર્ષો જૂનાં વૃક્ષોની માહિતી મળી શકશે.


વાતાવરણમાં ઠંડક છે એવું સમજીને હરખાતા નહિ, બે દહાડા પછીની આગાહીથી હચમચી જશો


ટ્રી સેન્સસના ફાયદા
વૃક્ષના ઘેરાવા ઉપરથી શહેરના બાયોમાસ અંગે અંદાજ મળી શકે જે શહેરમાં કાર્બન સંગ્રહનું આડકતરું માપ છે.
કુદરતી આપત્તિ તથા માનવ સર્જિત કામોના કારણે વૃક્ષોની વધઘટની ચોક્કસ માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ થશે


આ પધ્ધતિ હેઠળ હાથ ધરવામાં આવનારી ગણતરીમાં વૃક્ષની ઉંમર તેમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામા આવશે. વર્ષ-2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વૃક્ષોની મેન્યુઅલી ગણતરી કરવામાં આવી હતી.એ સમયે અમદાવાદમાં કુલ 6.18 લાખ વૃક્ષો હતા.વર્ષ-૨૦૧૧માં અમદાવાદનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. 


દોઢ મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં ભડકો, કપાસિયા અને સીંગતેલ બંનેના ભાવ વધ્યા