Ahmedabad News આશ્કા જાની/અમદાવાદ : જો તમે પણ સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સ કાયાકિંગ માટે જવાનું વિચારી રહ્યાં હોવ તો ચેતી જજો. વોટર સ્પોટની મજા તમને પડી શકે છે ભારે. વોટર સ્પોર્ટ્સની મજા માણતી એક મહિલા  નદીમાં પડી ગઈ હોવાની ઘટના બની હતી. ત્યારે કાયાકિંગ શરૂ કર્યાના ત્રણ મહિનામાં જ બીજીવાર મોટી દુર્ઘટના બની છે. સાબરમતી રિવરફ્રન્ટમાં બોટિંગ કરતા સમયે બોટ ઊંઘી વળી ગઈ હતી, જેમાં ડૂબતી મહિલાને બચાવી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા એક યુવક આ રીતે નદીમાં પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાની બોટ ઊંધી વળી ગઈ 
રિવરફ્રન્ટ પર બોટિંગ કરતા એક મહિલાને કડવો અનુભવ થયો હતો. બોટ ઊંઘી થઈ જતા બોટમાં સવાર મહિલા નદીમાં ખાબકી હતી. જોકે, બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. એક બોટ મહિલાને બચાવવા પહોંચી હતી. બોટમાં સવાર મહિલાને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. ત્યારે આ ઘટનાનો વીડિયો ત્યા હાજર લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. 


અમદાવાદ રિવરફ્ર્ન્ટ પર છેલ્લાં 5 મહિનાથી કાયાકિંગ શરૂ કરાયું છે. પાંચ મહિનામાં 2 વખત આવી ઘટના બની છે. આ મામલે કામ કરતા કર્મચારી નિખિલે જણાવ્યું કે, અમદાવાદ સાબરમતી નદીની ઘટના છે. સહેલાણીઓ બોટિંગ કરી રહ્યા હતા ત્યારે એક મહિલાની બોટ પલટી હતી. બોટ પલટતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહિલાએ લાઈફ જેક્ટ પહેરેલું હોવાથી તેમને બચાવી લેવાયા હતા. 


સુરતના વેપારીને મળ્યો 50 લાખ તિરંગાનો ઓર્ડર, 10 દિવસમાં 500 કારીગરો પૂરુ કરશે કામ



તથ્ય પટેલની કરતૂતનું વધુ એક પ્રકરણ ખૂલ્યું : શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો


બે મહિના પહેલા ઘટી હતી આવી દુર્ઘટના 
એપ્રિલ મહિનામાં યુવક પોતે હોડી ચલાવી રહ્યો હતો અને બોટ નદીમાં ઊંધી થઈ ગઈ. રિવરફ્રન્ટ પર સાબરમતીમાં કાયાકિંગ સમયે બેલેન્સ બગડતા યુવક નદીમાં પડ્યો, એજન્સીના માણસોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. આ અંગે જાણ થતા તાત્કાલિક એજન્સીના ક્રુના માણસો રેસ્ક્યુ બોટ લઈ અને યુવક પાસે પહોંચી ગયા હતા. યુવકને નદીમાંથી બહાર કાઢી બોટમાં બેસાડ્યો હતો.  


અમદાવાદમાં નીતનવા આયામો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જોકે, સાવચેતી પણ એટલી જ જરૂરી છે. હાલમાં જ સાબરમતી નદીમાં કાયાકિંગ  એટલેકે, નાની રબરની બોટ જાતે ચલાવવાની મજા એક યુવકને ભારે પડી. જેથી હવે જો રિવરફ્રન્ટ પર કાયાકિંગની તમે મજા માણતા હોય તો સાવચેતી રાખવી જરૂરી છે.


એજન્ટની માયાજાળામાં ફસાયા બે પાટીદાર દંપતી, અમેરિકાના સપના બતાવી કોલંબોમાં રખડાવ્યા


ક્યાંથી ક્યાં સુધી કાયાકિંગ કરી શકાશે
શહેરના સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં 11 થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે. કાયાકિંગ કરનારા શોખીનોને આરંભમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતના દરિયા કિનારાના રાજ્યો અને ઉત્તરાખંડના ઋષિકેશમાં જોવા મળે છે. તો ગુજરાતમાં માત્ર વડોદરામાં છે. મહીસાગર નદીમાં કાયકિંગ કરાવવામા આવે છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે પણ આ સુવિધા ઉભી થઈ છે. કાયાકિંગના શોખીનો કાયાકિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇફગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. જોકે, 12 વર્ષથી વધુ વયના લોકો જ કાયાકિંગની મજા માણી શકશે. શરૂઆતમાં સાત ડબલ સીટવાળી, ત્રણ સિંગલ સીટવાળી અને એક રેસ્ક્યુ બોટ રહેશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર દ્વારા તાલીમ આપવામાં આવશે. તેઓને કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવવામાં આવશે.