મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર BRTS બસે એક યુવતીનો જીવ લીધો છે. આજે સવારે નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. BRTS બસ સ્ટોપ નજીક રિવર્સ લેતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં પ્રાચી રામચંદણી નામની યુવતીનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. મોર્નિંગ વોક ઉપર નીકળેલ યુવતીનું BRTSની અડફેટે મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી ફરી એકવખત બેફામ બસ ચલાવનારા બીઆરટીએસના ડ્રાઇવર સામે અનેક સવાલ ફરી ઉભા થયા છે. આજે સવારે જ્યારે મોર્નિંગ વોક માટે નીકળેલી યુવતી જઈ રહી હતી, ત્યારે BRTS બસે અમદાવાદના નરોડા પાટિયા અકસ્માત સર્જ્યો હતો. બસ રીવર્સ લેવાના ચક્કરમાં યુવતીને BRTS બસે ટક્કર મારી હતી. BRTSS બસ રિવર્સ લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાચી રામચંદણી નામની યુવતીનું મોત થયુ હતુ.


આ પણ વીડિયો જુઓ:


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube