AHMEDABAD: સોસાયટીમાં આવતી યુવતીનાં નંબર લઇને સિક્યુરિટી ગાર્ડ કરતો ખોટુ કામ...
શહેરની એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપ માં મેસેજ આવતા. આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપી એ મહિલા નો નંબર ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરવામાં આવી તો થયો ચોંકાવનારો ખુલાસો.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરની એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપ માં મેસેજ આવતા. આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપી એ મહિલા નો નંબર ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરવામાં આવી તો થયો ચોંકાવનારો ખુલાસો.
શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહેતી એક પરિણીતાને ગત 28 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી Hi લખી મેસેજ કર્યો હતો.
24 માર્ચે ફરી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં તથા વોટ્સએઓ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા. તેમાં "હાઈ ઓનલાઇન આવો દોસ્ત" એવું લખાણ મોકલી આપ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે. જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી.
જે અંગે સાયબર ક્રાઇમને જાણ કરતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી સેટેલાઇટમાં આવેલા અર્ચન રેસિડેન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આરોપીના લગ્ન ન થયા હોવાથી તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની ગમતી હતી. જેથી ફેસબુક પર અલગ અલગ ગમતી છોકરીઓને તે મેસેજો કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી.
તેણે સોસાયટીના રજીસ્ટરમાં આપેલો નંબર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્સએપ પર મેસેજો કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.જો કે જ્યારે પણ કોઈ રહેણાક વિસ્તાર કે કોમર્શિયલ વિસ્તાર માં મુલાકાતીઓની રજીસ્ટર બુકમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તો તેના ડેટા ની ગોપનીયતા જળવાય તે ચેરમેન સેક્રેટરી ની જવાબદારી છે. એટલું જ નહિ જ્યારે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડને નોકરી એ રાખો તો તેના ચારિત્ર્ય અને વર્તણુક ની પણ તપાસ કરવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube