જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઈને યુવક યુવતીઓમાં નવા નશાએ દસ્તક આપી  છે અને આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યા છે જેમાં સામન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વ્હાઈટનર (Whitener)  છે. વ્હાઈટનર આ નશાખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વ્હાઈટનરના નશા (Whitener Addiction) માં સપડાયો હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વ્હાઈટર પર પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા કૂચ: કોંગ્રેસ બિનસચિવાલય-DPS, ખેડૂતો મુદ્દે કરશે ઘેરાવ, સરકારના કૂચ રોકવાના પૂરેપૂરા પ્રયત્નો


થોડાક મહિનાઓ અગાઉ ઝી 24 કલાકે શહેરના કોટ વિસ્તારથી લઈને પોશ વિસ્તારમાં ડ્રગ્સ અને એમડીને લઈને એક રીયાલીટી ચેક હાથ ધર્યુ હતું જેમાં ટીનએજર્સથી માંડીને કોલજના યુવાન યુવતીઓ આ ડ્રગ્સની ઝપેટમાં હતા. આ રીયાલીટી ચેક બાદ શહેર પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે લગભગ એમડીના શહેરના અને શહેર બહારના ડ્રગ્સ માફીયાઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ત્યારે ઝી 24 કલાકે આ વ્હાઈટનરને લઈને શહેરના કોટ અને પોશ વિસ્તારમાં ફરી રીયાલીટી ચેક હાથ ધાર્યું હતું. જેમાં 15 વર્ષ થી લઈને 25 થી ૩૦ વર્ષના યુવાન અને યુવતીઓ આ નશામાં સપડાયેલા સામે આવ્યા છે. 


વધુ વિગતો માટે ખાસ જુઓ VIDEO...


વિધાનસભા કૂચ: કોંગ્રેસનો આક્ષેપ, કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો


નવાઈની વાત તો એ છે કે આ વ્હાઈટરના નશામાં ટીનેજર્સ અને યુવતીઓ પણ બાકાત નથી. ઝી 24 કલાકે કરેલા રીયાલીટી ચેકમાં ઘણી એવી યુવતીઓ પણ સામે આવી હતી કે તેઓ આ વ્હાઈટનરના નશામાં ઘણા વર્ષોથી સપડાયેલી છે અને હાલ પણ આ વ્હાઈટનરનો નશો કરી રહી છે. પરંતુ કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી. સ્કૂલથી માંડીને શહેરના પ્રખ્યાત કોલેજ અને ઇન્સ્ટીટયુટમાં આ વ્હાઈટરના નશાએ પગ પેસારો કર્યો છે. જેનાથી યુવક યુવતીઓના માતા પિતા અને સ્કુલ ઇન્સ્ટીટયુટ પણ હાલ અજાણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...