અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો
શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
નરો઼ડા પોલીસ આરોપી પાસેથી દેશી બનાવટની એક પીસ્ટલ અને કારતૂસો કબ્જે કરી છે. મહત્વનું છે, કે પોલીસ સકંજામાં આવેલા આ આરોપી મેજરસિંઘ સેસ્સી પર 17 વર્ષીય દિકરીની હત્યા કરવાનો આરોપ પણ છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને પંજાપ પોલીસને સોપવા અંગેની તજવીજ હાથ ધરી છે.
4 મહિનાના બાળક સાથે બની વિચિત્ર ઘટના, ડોક્ટર પણ જોઇને ચોક્યાં
[[{"fid":"207472","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NARODA-ARopi2.jpg","field_file_image_title_text[und][0][value]":"NARODA-ARopi2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NARODA-ARopi2.jpg","field_file_image_title_text[und][0][value]":"NARODA-ARopi2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"NARODA-ARopi2.jpg","title":"NARODA-ARopi2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
ચૂંટણીની તારીખો જાહેર થતા જ આદર્શ આચાર સંહિત લાગુ થતા જ પોલીસ દ્વારા પણ ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલા આરોપી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. માટે જ પોલીસ દ્વારા પણ બાતમીના આધારે ચૂંટણીમાં ગુનાહિત પ્રવૃતિઓ ન થાય તે પ્રકારના પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.