મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત રાજ્ય પોલીસ વડાએ સૂચના આપતા જ પોલીસ દારૂની ડ્રાઇવ કરી કેસો કરી રહી છે. પણ મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો. આ આરોપીએ લોકઅપમાં જ ટિકટોક વિડીયો બનાવી દેતા વિડીયો વાયરલ થયો અને બાદમાં પોલીસ દોડતી થઇ. પોલીસે ગુનો નોંધી આરોપીના સાથી મિત્રોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ પ્રોહિબિશનના આરોપીએ આ વીડિયો બનાવ્યો. મિત્રો મળવા આવ્યા ત્યારે ફોનમાં વિડીયો બનાવી વાઈરલ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'નાયક નહિ ખલનાયક હું મેં' ગીત પર બનાવ્યો વિડીયો
અમદાવાદમાં મેઘાણીનગર પોલીસે તાજેતરમાં કરણ ઉર્ફે તોતો નામના આરોપીને 132 બોટલ દારૂ સાથે પકડયો હતો. આ કાર્યવાહી કરીને પોલીસે તેને લોકઅપમાં પૂર્યો હતો. ત્યારે તેને તેના ત્રણ ચાર મિત્રો મળવા આવ્યા. તે સમયે તેણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. 'નાયક નહિ ખલનાયક હું મેં' આ ગીત પર ઝૂમતા હોય એવો વીડિયો મુકતા પોલીસે તપાસ હાથ ધરી અને તેને મળવા આવેલા ચાર મિત્રો સામે ગુનો નોંધ્યો. આ ચારેય કરણ ઉર્ફે તોતો ના મિત્રો છે. તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ જ્યારે કરણને મળવા આવ્યા ત્યારે તે લોકોએ પણ આ વિડીયો બનાવવામાં મદદ કરી હતી. આ ચારમાંથી એક આરોપીના ફોન લઇને કરણે વિડીયો બનાવ્યો હતો અને તે પણ પીએસઓની સામે જ. જેથી હવે તે વખતે જે પોલીસ કર્મી ફરજ પર હતા તેની સામે કાર્યવાહી પણ કરાશે..


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube