Independence Day 2023 અતુલ તિવારી/અમદાવાદ : દેશભરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ છે. તો ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. લોકોના દિલોમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે વિવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની જ્યોત જલાવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવામાં એક અમદાવાદી યુવકે સ્વતંત્રતા પર્વ પર ફીટ રહેવાનો મંત્ર આપ્યો. તેમજ તેણે અમદાવાદમાં 76 કિલોમીટરની દોડ લગાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના આકાશ ગુપ્તાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી 76 કિલોમીટર દોડીને કરી. આકાશ ગુપ્તાએ અમદાવાદના પ્રહલાદ નગર સર્કલ નજીકથી દોડવાની શરૂઆત કરી હતી. જેના બાદ 76 કિલોમીટરનું અંતર કાપી પ્રહલાદ નગર સર્કલ નજીક પરત ફર્યો હતો. તેણે પકવાન ચાર રસ્તા, ગોતા, વૈષ્ણવદેવી સર્કલ, થલતેજ, શ્યામલ, હેલ્મેટ, RTO સર્કલ, AEC, પેલેડિયમ મોલ, ગુરુદ્વારા, ઇસ્કોન મંદિર, શ્યામલ ચારરસ્તા થઈ પ્રહલાદનગર પરત ફરી 76 કિમીની દોડ લગાવી હતી.


ગાંધીનગરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં 3 જવાનોને ચક્કર આવ્યા, ચાલુ પરેડમાં ઢળી પડ્યા 


આ સાહસ વિશે આકાશ ગુપ્તાએ કહ્યું કે, દોડીને શરીરને ફીટ રાખી શકાય છે, જિમ ગયા વગર પણ સ્વસ્થ રહી શકાય છે. મૂળ આયોધ્યાના વતની આકાશ ગુપ્તાએ સતત 173 કલાક રનિંગ અને વોકિંગનો પણ રેકોર્ડ સર્જ્યો છે. આકાશે કહ્યું કે, નવેમ્બર મહિનામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી 5600 કિમી 65 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 


અગાઉ માર્ચમાં 173 કલાક દરમિયાન આકાશ ગુપ્તાએ સતત રનિંગ અને વોકિંગ કરી રેકોર્ડ સર્જ્યો હતો. અયોધ્યા મંદિરની લડત વર્ષ 1850 થી ચાલતી હતી જેને 173 વર્ષ પૂર્ણ થતાં 173 કલાક રનિંગ અને વોકિંગ કરવાનો નિર્ણય આકાશે કર્યો હતો. આકાશ 12, 24, 36, 48 કલાક અગાઉ અનેક વખત રનિંગ કરી ચૂક્યો છે. 


કિંગ ઓફ સાળંગપુરમાં દેશભક્તિ છલકાઈ, દેશ પ્રેમનાં રંગે રંગાયુ દાદાનું સાળંગપુર ધામ


આકાશે 173 કલાકમાંથી 12 કલાકમાં 82 કિલોમીટર ઊંધું દોડીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો, જૂનો રેકોર્ડ વર્ષ 1992માં 77 કલાકનો હતો. સાથે જ બેરફુટ એટલે કે ખુલ્લા પગે દોડવાનો પણ રેકોર્ડ આકાશે બનાવ્યો છે, આકાશે 270 કિલોમીટર દોડી ગિનિસ બુકમાં રેકોર્ડ બનાવ્યો હતો, જે અગાઉ 222 કિલોમીટરનો હતો. 23 માર્ચ 2023 થી સતત 7 દિવસ દરમિયાન રનિંગ અને વોકિંગનો રેકોર્ડ પણ આકાશે બનાવ્યો હતો.


ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મોત, યુવા અગ્રણીના મોતથી લેઉવા પાટીદાર સમાજ શોકમાં