મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરી
Ahmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ જિલ્લાના અસલાલીમાં એક તરફી પ્રેમમાં યુવકને મિત્રએ યુવતીને વશમાં કરવા માટે તાંત્રિક વિધિ બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેતા આત્મહત્યા કરી છે. અસલાલી પોલીસે મિત્ર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદના યુવક દર્શન કાછિયાએ 5મી મે 2023 ના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવા પાછળના કારણને જાણવા માટે અસલાલી પોલીસે તપાસ શરૂ કરી હતી, જે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસની તપાસ મુજબ છેલ્લા 5 વર્ષથી દર્શન કાછિયા અને લલીત ગુપ્તા મિત્રો હતા. દર્શન કાછિયા એક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો, જે વાત તેના મિત્ર લલીત ગુપ્તાને વાત કરી હતી. તેણે લલિતને કહ્યું કે, હું જે યુવતી પ્રેમ કરું છું પણ એ યુવતી મને પ્રેમ નથી કરતી. ત્યારે મિત્ર લલિત ગુપ્તાએ કહ્યું હતું કે એ એક તાંત્રિકને ઓળખે છે જે તાંત્રિક વિધિ કરીને યુવતીને વશ કરી તારા તરફ આકર્ષિત થશે. પણ તે તાંત્રિક વિધિ માટે પૈસા આપવા પડશે. દર્શન આ વાત સાથે સહમત થયો હતો અને તાંત્રિક વિધિ માટે પૈસા આપવાની શરૂવાત કરી હતી.
મિત્ર લલિત ગુપ્તાએ તેને કહ્યું કે વિધિ બાદ યુવતી તારા વશમાં થશે. જેથી દર્શન કાછિયાએ પ્રેમ પામવા માટે પોતાની પાસે પૈસા ન હોવા છતાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લઈ પૈસા આપવાની શરૂઆત કરી હતી. એક વર્ષમાં લલીત ગુપ્તાએ દર્શન કાછિયા પાસેથી યુવતીના વશીકરણ માટેથી તાંત્રિક વિધિના બહાને મૃતક દર્શન કાછિયા પાસેથી કટકે કટકે 5 લાખ પડાવી લીધા હતા. દર્શન કાછીયાએ લોન પર પૈસા જે લીધેલા હતા, તે પરત ન આપી શક્યો. આમ, તાંત્રિક વિધિ મારફતે પ્રેમિકાને મેળવવા નીકળેલ યુવકને પ્રેમ પણ ન મળ્યો. ત્યારે લાગી આવતા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેણે મોત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.
આક્રોશમાં જૈન સમાજ : પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની જૂની મૂર્તિઓની તોડફોડ કરાઈ
દર્શન કાછિયાએ સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું
મને માફ ક રી દેજો મમ્મી પપ્પા. હું તમારી અપેલા પ્રમાણે તમને નહી રાખી શકું. મે પેલા હરામીની વાતમાં આવીને ખોટા સપનાઓ જોયા. એણે મને ખોટા સપનાઓ બતાવી ધીમે ધીમે કરીને મારી જોડે પૈસા પડાવ્યા. મે લોકોની પાસે જે પૈસા લીધા હતા. તે એમને પરત કરી દીધા છે. હજુ પણ માસ નામ પર 5 (પાંચ) લોન છે અને બે ક્રેડીટ કાર્ડના પૈસા આપવાના બાકી છે. જે હું ખોટી આશામાં રહીને 5 (પાંચ) મહીનાથી એક રૂપિયો પણ ભરી શક્યો નથી. તમારૂ ખ્યાલ રાખજો. હું આવી રીતે માથુ નીચુ રાખીને નહી જીવી શકું. આ મહીનાનો પગાર પણ મે લોકોને પૈસા પરત આપવામાં ખર્ચી નાંખ્યો છે. છેલ્લે મારી પાસે ૨૬૫૦ પડ્યા હતા તે પણ એણે પડાવી લીધા.
પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
આત્મહત્યા થયા બાદ પોલીસને એક સ્યુસાઇડનોટ મળી હતી. જેમાં કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હતો. એક તરફ અસલાલી પોલીસે તપાસ શરૂ જ હતી, ત્યારે બીજી તરફ મૃતકના બહેનને મૃતકનો જે મોબાઈલ મળી આવ્યો હતો, તેમાં લલિત ગુપ્તા સાથેની વોટ્સએપ ચેટ અને પૈસા કરેલ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. ત્યારે અસલાલી પોલીસે મોબાઇલની પ્રાથમિક તપાસ બાદ લલીત ગુપ્તાને બોલાવ્યો હતો, જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો કે દર્શન કાછિયાને એકતરફી પ્રેમ એક યુવતી સાથે હતો, તેને વશ અને આકર્ષિત કરવા માટે લલિત ગુપ્તાએ ખોટી લાલચ આપી પૈસા પડાવ્યા હતા અને જેના કારણે જ દર્શન કાછીયાએ આત્મહત્યા કરી લીધી હતી.
એક વર્ષ પહેલાં બનેલી ઘટનામાં બહેને મૃતકનો મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે પોલીસે હાલ આરોપી લલીત ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપી લલીત ગુપ્તા કયા તાંત્રિકના સંપર્કમાં હતો, અને કે રૂપિયાનો ખર્ચ ક્યા ક્યા કરતો હતો આ સિવાય અન્ય કોઈ સાથે આ પ્રકરે ગુનો કર્યો છે કે કેમ અંગે તપાસ શરૂ કરી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ