અમદાવાદઃ અમદાવાદ શહેર એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બસ થોડી કલાકો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદથી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરશે. ત્યારબાદ બંન્ને નેતા 22 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. રોડ શો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત લેશે. આ મુલાકાત બાદ બંન્ને નેતા મોટેરા સ્ટેડિયમમાં આયોજીત 'નમસ્તે કાર્યક્રમ'માં હાજરી આપશે. મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટેરા સ્ટેડિયમમાં તૈયાર કરાય 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ
મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખ લોકો હાજર રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જનમેદનીને સંબોધન પણ કરવાના છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે તે માટે કોઈપણ તાત્કાલીક કોઈને કંઇ સમસ્યા થાય અને સારવારની જરૂર પડે તો તે માટે મોટેરા સ્ટેડિયમમાં 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી ત્યાં 25 બેડની એક હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. ત્યાં 108ની ટીમ, ડોક્ટરોની ટીમ પણ હાજર રહેશે. 


નમસ્તે ટ્રમ્પઃ ગાંધી આશ્રમની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, રોડ શોમાં તમામ લોકો જોડાઈ શકશેઃ પોલીસ કમિશનર


મેડિકલની ટીમ પણ રહેશે હાજર
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એક 25 બેડ અને બીજી 10 બેડ એમ બે ઇમરજન્સી મેડકિલ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમા ડિફ્રેબ્રિલેટર, વેન્ટીલેટનર, ઓક્સીજન સીલિન્ડર, મલ્ટીપેરા મોનિટર, ઇન્જેકટેબલ મેડિસીન, એક્ક્ષપર્ટ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે.કાર્યક્રમ સ્થળની અંદર બાજુ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 12 મેડિકલ ટીમ, 7 મોબાઇલ મેડિકલ વાન, 108 ઇમરજન્સી વિભાગ દ્વારા 10 એમબ્યુલન્સ વાન તથા એપોલો હોસ્પિટલમાં 4 આઇસીયુ ઓન વીલ મુકવામાં આવેલ છે.


10 હજાર જવાન, 22 કિમી લાંબો રોડ શો, કંઇક આ રીતે થશે ટ્રમ્પનું સ્વાગત


અમદાવાદમાં 18 રસ્તાઓ રહેશે બંધ
અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ટ્રાફિકને લઈને ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કુલ 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો શહેરમાં અત્યાર સુધી કુલ 18 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂરા ન થાય ત્યાં સુધી તમામ રસ્તાઓ બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક