નમસ્તે ટ્રમ્પઃ ગાંધી આશ્રમની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, રોડ શોમાં તમામ લોકો જોડાઈ શકશેઃ પોલીસ કમિશનર
અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે.
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલ (સોમવાર)એ અમદાવાદથી ભારતના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને શહેરના પોલીસ કમિશનરે આજે એક પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો આપી હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ આવી પહોંચશે અને બપોરે 3.30 કલાકે તમામ કાર્યક્રમ પૂર્ણ કરીને આગ્રા જવા માટે રવાના થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત લેવાના છે. ત્યારબાદથી તેઓ ઈન્દિરાબ્રિજ, ભાટથી સ્ટેડિયમ જવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાબરમતી આશ્રમ પણ જવાના છે. મોટેરા સ્ટેડિયમમાં લાખો લોકોની હાજરીમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટ પર કલ્ચરલ પ્રોગ્રામમાં હાજરી આપી તેઓ સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. મોટેરા સ્ટેડિયમમાં 3 કલાક સુધીનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદથી આગ્રા જવા માટે રવાના થશે.
10 હજાર જવાન, 22 કિમી લાંબો રોડ શો, કંઇક આ રીતે થશે ટ્રમ્પનું સ્વાગત
શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્યભરમાંથી ફોર્સ બોલાવવામાં આવી છે. જેમાં 33 ડીસીપી, 75 એસીપી, 300 પીઆઇ, 1000 પીએસઆઇ અને 12 હજાર જેટલા પોલીસ જવાનો, 2000 મહિલા પોલીસકર્મીઓ, 15 SRP કંપની, 3 RAF કંપની તેમના સુરક્ષા બંદોબસ્તમાં તેનાત રહેશે.
પોલીસ કમિશનરની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દાઓ
બંદોબસ્તમાં અલગ અલગ ઇક્વિપમેન્ટ વાપરવામાં આવશે.
130 DFMDથી લોકોને ચેક કરી ઉપયોગ કરવામાં આવશે.
15 BDDSની ટીમ સ્ટેડિયમ અને રોડ પર ચેકિંગ કરી રહી છે. ડોગ સ્ક્વોડ સહિત કામ કરશે.
7 QRT ટીમ બનાવી, મોરચા સ્ક્વોડ બનાવવામાં આવી છે.
વાડજથી સુભાષબ્રિજનો રસ્તો બંધ કરાયો.
બંધ કરાયેલા રૂટના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે.
એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ, હવામાન ખાતુ, તાજ હોટલ કોર્નર, ઇન્દિરાબ્રિજ કોર્નર, મધર ડેરી પાર્લર અને મોટેરા ગામ એન્ટ્રીમાંથી રોડ શોનું કવરેજ કરી શકાશે.
સમયસર એન્ટ્રી માટેની વ્યવ્સથા ઉભી કરાઈ છે.
સામાન્ય લોકો પણ રોડ શોમાં ભાગ લઇ શકે છે.
એરપોર્ટ ડાયરેકયર સાથે ચર્ચા કરી છે. ત્રણ કલાક પહેલાં લોકો આવે. ટિકિટ સાથે હશે તેમને જ જવા દેવામાં આવશે.
રોડ શોમાં પણ હેન્ડ અને ડોર મેટલ ડિરેકટર રાખવામાં આવ્યા છે.
700 જેટલા હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવામાં આવશે.
300 જેટલા દોરડાનો ઉપયોગ કરવામા આવશે.
600 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે.
140 દૂરબીન ધાબાપોઇન્ટ રાખવામાં આવ્યા છે.
બંદોબસ્તમાં અલગ અલગ ઇક્વિપમેન્ટ વાપરવામાં આવશે.
ટ્રમ્પના અમદાવાદ પ્રવાસમાં આજે સાબરમતી આશ્રમની મુલાકાત ઉમેરાઈ છે
સાબરમતી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ જશે
મોટેરા સ્ટેડિયમમાં 3 વાગ્યા સુધી કાર્યક્રમ, સાડા ત્રણ વાગ્યે એરપોર્ટ જશે
રોડ શો, એરપોર્ટ અને મોટેરા સ્ટેડિયમમાં બંદોબસ્ત
વોકી ટોકીથી એકબીજા સાથે સંપર્ક કરવામાં આવશે
SPG, NSG, DRDO, એરફોર્સ સાથે સંકલન
સુરક્ષામાં 2000 જેટલી મહિલા પોલીસકર્મી
એન્ટી ડ્રોનથી બાજ નજર રખાશે
1 હજાર પીએસઆઇ સહિત 12 હજાર પોલીસ જવાનો તેનાત રહેશે
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તેનાત કરાઈ
મોબાઈલ સિવાય અન્ય વસ્તુઓ સ્ટેડિયમમાં નહીં લઇ જવાય
આવતી કાલે કોઇપણ પ્રકારના ડ્રોનનો ઉપયોગ નહીં કરી શકાય
Cbseની પરીક્ષા છે. ચાર સેન્ટર મોટેરા અને શાહીબાગમાં આવેલ છે. પોતાની હોલ ટીકીટ હશે તેમને જવા દેશે. વાલીઓ અને બાળકોએ સમય કરતાં વહેલા આવવા અપીલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube