લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરીના રવાડે ચડેલા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
Vehicle Theft: ઇસનપુર પોલીસે ચોરીના 18 બાઈક સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીના પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. મુખ્ય આરોપીએ લગ્નન માટે રૂપિયા એકઠા કરવા માટે બાઇક ચોરીની શરૂઆત કરી હતી. સહ આરોપીઓ અનલોક બાઇકના ફોટો પાડી મુખ્ય આરોપીને મોકલતા અને તેમાંથી મુખ્ય આરોપી પસંદ કરે તે બાઇકની ચોરી કરવામાં આવતી હતી.
Vehicle Theft: અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કોમ્બીંગ આધારે તથા વાહન ચેકીંગ દરમિયાન સૂર્યનગર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ ઈસમ મોટર સાયકલ નંબર GJ 07 CS 8987 લઈને નીકળ્યો હતો. પોલીસને આ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાતા ઈસનપુર પોલીસ દ્વારા મોટર સાયકલ નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા આ મોટર સાયકલ અન્ય જયેશભાઈ ભીખાભાઈ સરાણિયા રહે. હાથીજણ, અમદાવાદના નામે હોવાની માહિતી મળી હતી.
જેથી પોલીસે તેમનો સંપર્ક કરતા આ મોટર સાયકલ ગઈ તા. 03.10.2024 ના રોજ જયેશ ટેકસ્ટાઈલ કંપની નારોલ ખાતેથી ચોરાઈ હોવાની અને આ બાબતે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપ્યાની વિગતો ખૂલી હતી. ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે મળેલી હકીકત આધારે વિકાસ મુન્નાભાઈ પાંડે ઉવ. 25 રહે. રંગોલી નગર, સતલોક આશ્રમ પાસે, નારોલ, અમદાવાદ મૂળ રહે. કુપરા ગામ તા. સરિલા જી. હમીરપુર ઉત્તરપ્રદેશને ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કરવામાં આવેલ મોટર સાયકલ કિંમત રૂ. 30,000 નો મુદામાલ કબજે કર્યો હતો.
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
પાલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી
પકડાયેલ આરોપી વિકાસ પાંડેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, એક પછી એક અમદાવાદ શહેરના ઈસનપુર, નારોલ, અસલાલી વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી કુલ 18 મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી વિકાસ પાંડેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પોતાના મિત્રો અને ભૂતકાળમાં સાથે કામ કરતા ભાસ્કર ઉર્ફે સોનું પાંડે, સાગર સોલંકી અને સંજય મીયાત્રા મારફતે પોતે ચોરીના મોટર સાયકલો જુદી જુદી જગ્યાએ વેચી દીધી હતી.
ઈસનપુર પોલીસની ટીમ દ્વારા સહ આરોપીઓ (1) ભાસ્કર ઉર્ફે સોનું શ્રીઆધ્યાશંકર પાંડે ઉવ. 28 રહે. પીડી પંડ્યા કોલેજ રોડ, મીના પાર્ક સોસાયટી, વટવા, અમદાવાદ, (2) સાગર નાથાભાઈ સોલંકી ઉવ. 23 રહે. પીપળજ, નારોલ, અમદાવાદ મૂળ રહે. કુંડારી ગામ તા. રાણપુર જી. અમદાવાદ અને (3) સંજય ભુરાભાઈ મિયાત્રા ઉવ. 29 રહે. પીપળજ, નારોલ, અમદાવાદ હાલ રહે. મોરબી મૂળ રહે. ચોટીલાની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ચારેય આરોપીઓની વાહન ચોર ગેંગ પાસેથી ચોરીમાં ગયેલા હીરોહોન્ડા સ્પ્લેન્ડર, હોન્ડા સાઈન, હીરો HF Deluxe, TVS, હોન્ડા લિવો, હોન્ડા ટવિસ્ટેજ, જેવી કંપનીના કુલ 18 મોટર સાયકલ કુલ કિંમત રૂ. 6,00,000/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
આ વાહન ચોરની ગેંગ આંતર જિલ્લામાં કરતી હતી ચોરી
પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળી આવેલ મોટર સાયકલો પૈકી 01 મોટર સાયકલ ઈસનપુર વિસ્તારમાંથી, 15 મોટર સાયકલ નારોલ વિસ્તારમાંથી અને 02 મોટર સાયકલ અસલાલી વિસ્તારમાંથી ચોરેલાની કબૂલાત આધારે અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો ઈસનપુર ખાતે 01, નારોલ પોલીસ સ્ટેશન ખાતે 10 તથા અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન ખાતે 01 એમ કુલ 12 ગુન્હાઓ નોંધાયેલા છે, જ્યારે બાકી 06 ગુન્હાઓ નારોલ અને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવા તજવીજ હાથ ધરેલ છે. આમ પકડાયેલી વાહન ચોર ગેંગ આંતર જિલ્લા આરોપીઓની વાહન ચોર ગેંગ નીકળી હતી.
પોલીસે 18 ચોરીના મોટર સાયકલ કબજે કરી
પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આ ગુન્હામાં વિકાસ પાંડે મુખ્ય સૂત્રધાર હોવાનું અને જે વાહનો ને લોક કરવામાં આવેલ ના હોય એ મોટર સાયકલને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી હોવાનું જણાઈ આ્યું હતું. 17 વર્ષની ઉંમરે ઉત્તરપ્રદેશ ખાતેથી મજૂરી અર્થે આવેલા આ વ્યક્તિઓ મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. તાજેતરમાં વતન ઉત્તરપ્રદેશમાં તેની સગાઈ થયતાં લગ્ન કરવા માટે આશરે દોઢેક લાખ રૂપિયાની જરૂરિયાત હોઈ વાહન ચોરીના રવાડે ચડી ગયા હતા.
છથી સાત મહિનાના ગાળામાં 18 જેટલા વાહનો ચોરી સહ આરોપીઓ ભાસ્કર ઉર્ફે સોનું, સાગર સોલંકી અને સંજય મિયાત્રા મારફતે પાંચ સાત હજાર રૂપિયામાં વહેંચી દેવામાં આવેલ હોવાનું પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. આ લોકો 2થી 5 હજારમાં ઓળખીતા લોકોને પધરાવી દેતા હતા. આમ, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે આંતર જિલ્લા વાહન ચોર ગેંગના ચાર આરોપીઓને પકડી પાડી કુલ 18 ચોરીના મોટર સાયકલ કિંમત રૂ. 6,00,000/- સાથે પકડી પાડી કુલ વાહન ચોરીના 18 ગુન્હાઓ ડિટેક્ટ કર્યા હતા.