Diwali 2023: આજે છે દિવાળીનો પવિત્ર પર્વ. દિવાળી એટલેકે, પ્રકાશનો પર્વ. અંધકારને દૂર કરીને ચારેય કોર પ્રકાશ અજવાશ પાથરવાનો પર્વ. દિવાળી એટલેકે, અંધાકાર પર પ્રકાશની જીતનો પર્વ. દિવાળી એટલે અસત્ય પર સત્યની જીતની ઉજવણીનો પર્વ. દિવાળી વિશે એવા અનેક કારણો આપવામાં આવામાં આવ્યાં છે. દિવાળી વિશે એવા અનેક પરિમાણો પણ આપવામાં આવ્યાં છે. પણ શું તમે જાણો છોકે, ખરેખર કેમ ઉજવવામાં આવે છે દિવાળી. જાણવા જેવો છે દિવાળીનો રોચક ઈતિહાસ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચાંગ મુજબ દિવાળીનો પર્વ કારતક મહિનાની અમાસના દિવસે આવે છે, જે વર્ષની સૌથી કાળી રાત હોય છે. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ મુજબ દિવાળીને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. દિવાળીનો તહેવારએ એક પ્રકારે અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાન'નું પ્રતીક છે. દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. ત્યારે આજે આપણે દિવાળીનો ઇતિહાસ અને તેના મહત્વ વિષે જાણીશું.


દિવાળી અને ભગવાન રામના વનવાસ વચ્ચે છે શું કનેક્શન?
સૌ કોઈ જાણે છેકે, ભગવાન વિષ્ણુ શ્રી રામનો અવતાર લઈને ધરતી પર આવતર્યા ત્યારે તેમણે માનવ અવતારમાં 14 વર્ષ વનમાં કાઢ્યા હતાં. એટલેકે, વનવાસ ભોગવવો પડ્યો હતો. ભગવાન રામનો વનવાસ અને દિવાળીના પર્વ વચ્ચે ખાસ કનેક્શન છે. દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ અને લંકાના રાજા રાવણને હરાવીને માતા સીતા અને ભગવાન લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન પરત પોતાની નગરીમાં આવી રહ્યાં હતા ત્યારે તેમના સ્વાગત માટે ચારેય કોર દિપ પ્રગટાવવામાં આવ્યાં. ચારેય તરફ પ્રકાશ કરવામાં આવ્યો. ચારેય તરફ ઉજવણી કરવામાં આવી. સૌ કોઈ ઉત્સાહમાં હતા, સૌ કોઈ એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યાં હતા અને અભિનંદન આપી રહ્યાં હતાં. બસ ત્યારથી જ દિવાળીના પર્વનો પ્રારંભ થયો હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. આજના દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની પુજા કરવામાં આવે છે.