• ગુજરાત હાઇકોર્ટ 16મી સપ્ટેમ્બરથી શરૂ થશે. નવી શરતોને આધીન કોર્ટ શરૂ કરવામાં આવનાર છે.

  • માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા


આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાનો કહેર છે જેને પગલે છેલ્લાં છ મહિનાથી ગુજરાત હાઇકોર્ટ બંધ કરાઈ હતી. ત્યારે છ મહિના બાદ ગુજરાત હાઈકોર્ટે (guajrat highcourt) પ્રત્યક્ષ સુનાવણી માટે SOP કરી જાહેર છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ 16મી સપ્ટેમ્બરથી શરૂ થશે. નવી શરતોને આધીન કોર્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં હાઇકોર્ટની ત્રણથી ચાર કૉર્ટ શરૂ કરવામાં આવશે. 


આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ


  • સવારે 11 થી 4 વાગ્યા સુધી કોર્ટ કાર્યરત રહેશે. 

  • સુનાવણી સમયે જ કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવશે

  • લાઈબ્રેરી, એડવોકેટ ચેમ્બર, કોમન કેન્ટીનને બંધ રાખવામાં આવશે

  • કેસની તારીખ મુજબ વકીલ અને પક્ષકારને ઈમેઈલથી એન્ટ્રી પાસ મેળવવાના રહેશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :  જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ


હાઈકોર્ટ હવે ખૂલવાની છે, ત્યારે તકેદારીના તમામ પગલા લેવામાં આવનાર છે. માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનુ ચુસ્તપણે પાલન કરવા અને કરાવવામાં આવશે. કોર્ટ પરિસરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રીનિંગ, માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા છે.  


ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના સરકારી વકીલની ઓફિસના કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. રજીસ્ટ્રી વિભાગના બે  કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. 


આ પણ વાંચો :   પીએમ મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા