અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ વન સોમવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેમની બે દિવસીય ભારત યાત્રા દરમિયાન તેમની પત્ની મેલેનિયા, પુત્રી ઇવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ સાથે હશે. અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ અહીં નરેન્દ્ર મોદીની સાથે રોડ શો કરશે અને બંન્ને મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં જનસભાને સંબોધિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારી અને સુરક્ષા એજન્સીઓ અમેરિકાના રાષ્ટ્રપતિની શહેર યાત્રાને જોતા તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યાં છે. શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સિવાય કાર્યક્રમોમાં અમેરિકી ગુપ્ત એજન્સીના અધિકારીની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) તથા વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) કર્મી પણ હાજર રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, માર્ગ પર કોઈપણ શંકાસ્પદ ડ્રોનને પાડવા માટે પોલીસ ડ્રોન ભેદી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. સાથે માર્ગમાં જગ્યાએ-જગ્યાએ એનએસજીની એન્ટી-સ્નાઇપર ટીમ પણ તૈનાત હશે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. 


ડોનાલ્ડ ટ્રમ્પ માટેના શાહી ભોજમાં સ્વાદથી ભરપૂર ગુજરાતી વાનગીઓ, ખાસ જુઓ VIDEO 


સાબરમતી આશ્રમની તૈયારીઓ
સાબરમતી આશ્રમના અધિકારીઓએ જણાવ્યું કે, પોતાના રોડ શો દરમિયાન ટ્રપ્પના આશ્રમ પ્રવાસને લઈને અનિશ્ચિતતાઓ છતાં મોદીની સાથે તેમના આગમનની સંભાવનાઓને જોતા તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અહીં મહાત્મા ગાંધીના પ્રવાસ દરમિયાન દેશના સ્વતંત્રતા સંગ્રામમાં સાબરમતી આશ્રમ મુખ્ય કેન્દ્ર હતું. યોજના પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ પર પહોંચવા પર અમેરિકાના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, ત્યાંથી મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના સ્વાગતમાં એક વીડિયો ટ્વીટ કર્યો છે. 


1 લાખ લોકો વચ્ચે રોડ શો
અધિકારીઓનું અનુમાન છે કે રોડ શોના માર્ગમાં આશરે એક લાખ લોકો ભેગા થશે. આ રોડ શોને અમદાવાદ કોર્પોરેશને 'ઈન્ડિયા રોડ શો' નામ આપ્યું છે. રોડ શોને ગણમાન્ય મહેમાનની સાથે ગુજરાતના લોકો માટે યાગદાર અનુભવ બનાવવા માટે કોર્પોરેશન કોઈ કસર છોડવા માગતુ નથી. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ રવિવારે ટ્વીટ કર્યું, 'આવો નમસ્તે અમદાવાદ હેઠળ 22 કિલોમીટર લાંબા વિશાળ રોડ શોનો ભાગ બનો. આવો 'નમસ્તે ટ્રમ્પ'ના માધ્યમથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને વિવિધતાનું શાનદાર પ્રદર્શન કરીએ.' રોડ શોમાં પ્રસ્તુતિ માટે લગભગ તમામ રાજ્યના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક