અતુલ તિવારી, અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટનો પ્રારંભ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં શરૂ થઈ છે. ભારતીય ટીમ આ સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ મેચમાં જીત અથવા ડ્રો કરાવવી જરૂરી છે. આજે શરૂ થયેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજની મેચમાં દર્શકોની પાંખી હાજરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દર્શકોની સંખ્યા ખુબ ઓછી જોવા મળી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોની ઓછી હાજરીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની (GCA) ચિંતા વધારી છે. ક્યા કારણે દર્શકો ઓછી સંખ્યામાં આવ્યા છે, તે જાણી શકાયું નથી. એક તરફ અમદાવાદમાં ગરમી વધી રહી છે, જેથી દર્શકો ઓછા આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની ક્ષમતા 50 ટકા લેખે 65 હજાર જેટલી છે.


પ્રથમ મેચ બે દિવસમાં પૂરી થતા દર્શકો થયા હતા નિરાશ
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આજ સ્ટેડિયમમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. આ મેચમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસની ટિકિટ લઈને બેઠેલા દર્શકોના પૈસા પણ પાણીમાં ગયા હતા. તો મેચ બાદ પિચને લઈને પણ સવાલ ઉઠ્યા હતા. માત્ર બે દિવસમાં મેચ પૂરી થવાને કારણે ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube