મૌલિક ધામેચા/અમદાવાદ: જાણીતા ગાયનેકોલોજિસ્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વના નિષ્ણાત ડૉ. મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઑપરેશન અને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નવા નરોડા ખાતે અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક ચલાવતા ડૉકટરે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે એક જ દિવસમાં 20 બાળકોને સફળતાપૂર્વક જન્મ આપ્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જેને પગલે  રેકોર્ડ્સ ઈન્ડિયાએ વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું. વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ શનિવારે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પ્રમુખ પવન સોલંકી દ્વારા અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક ખાતે ડૉ. મોહિલ પટેલને આપવામાં આવ્યું હતું. 



વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ ડૉ. મોહિલ પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપી છે અને તેમને "એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા" માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ શનિવારે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પ્રમુખ પવન સોલંકી દ્વારા અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક ખાતે ડૉ.મોહિલ પટેલને આપવામાં આવ્યું હતું. 


ડૉ. મોહિલ પટેલે જણાવ્યું હતું કે, "વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ એક અદ્ભુત લાગણી છે. અમારા મગજમાં કોઈ રેકોર્ડ ન હતો, પરંતુ અમને લાગ્યું કે અમે જન્માષ્ટમીના પર્વ પર 20 બાળકોના જન્મ કરાવવામાં સફળ થયા ત્યારે અમે કંઈક વિશેષ કર્યું છે. અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે જાણીને અમને સુખદ આશ્ચર્ય થયું. હું આ વિશ્વ વિક્રમ મારી ટીમને તથા જે માતા-પિતાએ તેમના બાળકોને જન્મ આપવા માટે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો તેમને અને તે દિવસે અમારી હોસ્પિટલમાં જન્મેલા નાના કૃષ્ણ અને રાધાને સમર્પિત કરવા માંગુ છું.


અમદાવાદમાં અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક ડૉ. પટેલના નેતૃત્વ હેઠળ સંચાલિત છે અને શ્રેષ્ઠ સ્ત્રીરોગ અને પ્રસૂતિ કેન્દ્રોમાંનું એક છે અને ઘણા વર્ષોથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube