ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે અમદાવાદીઓ જાહેર પરિવહન તરફ વળતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઓછી બસ હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. નીતિ આયોગ મુજબ એક હજાર વ્યક્તિઓ વચ્ચે એક બસ હોવી જરૂરી છે. જે મુજબ અમદાવાદમા 6 હજાર બસ હોવી જરૂરી છે, જોકે અમદાવાદમાં માત્ર 1100 બસ જ ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં દરરોજ BRTSમાં 1 લાખ 75 હજાર લોકો મુસાફરી કરે છે, જ્યારે AMTSમાં દૈનિક 4 લાખ જેટલા હાલમાં મુસાફરી કરી રહ્યા છે. જે મુજબ અમદાવાદમા 6 હજાર બસો હોવી જોઈએ. જોકે અમદાવાદમાં AMTSની 750 અને BRTSની 350 બસો જ રસ્તા પર દોડી રહી છે. ત્યારે આજે ઝી 24 કલાકની ટીમે AMTSની બસમાં રિયાલિટી ચેક કર્યુ. AMTSની બસમાં ભાડુ ચૂકવ્યા બાદ પણ લોકોને મુસાફરી હાલાકી થઈ રહી છે. બસમાં ભીડની વચ્ચે મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે.


શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે? આજે પિતાની પુણ્યતિથિએ કરશે 'શક્તિ પ્રદર્શન', રાજકીય હરીફોને આપ્યું આમંત્રણ


આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકો જાહેર પરિવહન તરફ વળ્યાં છે. છેલ્લા એક મહિનામાં જ AMTS અને BRTS ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે પણ શું તેની સામે લોકોને સુવિધા સારી મળી રહી છે તે હાલ સૌથી મોટો પ્રશ્ન છે. શહેરમાં 42 ડિગ્રીના તાપમાન વચ્ચે લોકો જાહેર પરિવહનની સુવિધાથી કેટલા ખુશ તે વિષયના રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો.


નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ જાહેર પરિવહન માટે શહેરની દર 1000 વ્યક્તિઓ વચ્ચે 1 બસ હોવી જોઈએ. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં 6 હજાર બસ હોવી જોઈએ. પણ હાલ AMTS ની 750 અને BRTS ની 350 એમ કુલ 1100 જ બસ છે સ્થિતિ એ છે કે પીક અવર્સમાં ભારે ભીડ વચ્ચે લોકોએ પરિવહન કરવું પડી રહ્યું છે. મુસાફરોએ પણ zee 24 કલાકને જણાવ્યું કે, તેમને ઓછી બસમાં મુસાફરી કરવામાં કેવી તકલીફ પડે છે. શહેરમાં AMTS બસની સંખ્યામાં વધારો કરવો જોઈએ.


Gujarat Heat Wave: રાજ્યભરમાં અપાયું યલો અલર્ટ; હવામાન વિભાગની આ વિસ્તારો માટેની આગાહી સાંભળીને થથરી જશો


અગાઉ BRTS 1 લાખ 45 હજાર દૈનિક મુસાફરો મુસાફરી કરતા હતા, જે આંકડો પેટ્રોલ ડીઝલના કારણે વધતા હવે દૈનિક 1 લાખ 67 હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ જ સ્થિતિ AMTS બસમાં જે જ્યાં અગાઉ દૈનિક બસમાં સવા 3 લાખ લોકો દૈનિક મુસાફરી કરતા હતા આજે આ આંકડો વધીને 4 લાખથી પણ વધુ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube