ઝી બ્યુરો, ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જો કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહી છે. દરરોજ કોરોન કેસમાં વધધટ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 36 દર્દીઓ સાજા થયા છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 225 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 225 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,033 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,944 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


શહેર પોલીસ કમિશનરનો આ માનવીય અભિગમ એક પિતાને આખી જિંદગી રહેશે યાદ, જાણો એવું તો શું થયું


જો કે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસ અને ડિસ્ચાર્જ દર્દીની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 34 કેસ નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. તેમજ ગીર સોમનાથ, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 24, મહેસાણામાં 2, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 6 અને આણંદમાંથી 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થયો છે.


બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જાણો શું કહ્યું મિસ વર્લ્ડએ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube