મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યભરમાં દિવાળી તહેવાર બાદ કોરોનાના કેસોની સંખ્યા ફરી એક વખત ગતિ પકડી રહી છે. બીજી લહેર બાદ પણ અનેક જાહેર સ્થળોએ વગર માસ્ક્કે નાગરિકો ફર્યા છે. જેને પગલે કોરોના કેસોની સંખ્યા વધી રહી હોવાનું એક પ્રાથમિક તારણ સામે આવી છે. ત્યારે કોરોના ગાઈડલાઈનનું જરૂરી પાલન અમદાવાદ પોલીસ દ્વારા કરવાનું શરૂ કરવામાં આવ્યું. વગર માસ્ક્કે ફરતા નાગરિકોને સમજાવવાનું યોગ્ય સમજી પોલીસે માસ્ક્ક વિતરણ કર્યા અને માસ્ક્ક પહેરવું જરૂરી હોવાનું પણ સમજાવ્યુ. તેમ છતાં કેટલાક નાગરિકો હવે પોલીસ સાથે તકરાર પર ઉતરી અને દલીલો કરતા નજરે પડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી પોલીસ બનીને સુરતમાં કહેર મચાવનાર કુલદીપને અસલી પોલીસે પકડી પાડ્યો


જેના પગલે પોલીસે ક્યાંક દંડાત્મક કાર્યવાહી પણ શરૂઆત કરવી પડી છે. અમદાવાદ શહેર પોલીસે અનેક મોટા જંકશન ઉપર પોલીસ પોઈન્ટ ગોઠવીને વગર માસ્ક્કે ફરતા લોકોને અટકાવી પ્રથમ તબક્કે સમજાવટ અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહીથી લોકોને ફરજીયાત માસ્ક્ક પહેરવાનું બીડું ઝડપ્યું છે. બે વર્ષ બાદ તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા નાગરિકો કોરોના રાજ્યમાં હોવાનું ભૂલી ચૂક્યા હતા. માસ્ક્ક પહેરવાનું તો બંધ કરી દીધું હોય તેઓ શહેરમાં વાતાવરણ ઊભું થયું હતું. એક કારણ એ પણ હતું કે પોલીસે પણ દંડનીય કાર્યવાહી કે માસ્ક્કના મેમો આપવાનું બંધ કર્યું હતું. 


બીમાર સિંહે પાંજરામાં વન કર્મચારી પર કર્યો હુમલો, જાફરાબાદની ઘટના


જોકે ફરી એક વખત પોલીસ વિભાગને મૌખિક સૂચના કરવામાં આવ્યું છે કે માસ્ક્ક નહીં પહેરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં આવે અને રસ્તે અવરજવર કરતા વ્યક્તિઓને ફરજિયાત માસ્ક્ક માટે સમજાવવામાં આવે. આમ નહી કરના વ્યક્તિઓને આવે રૂપિયા ₹1000નો દંડ કરવાની તૈયારી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના હળવો થયો છે જેને પગલે લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તેમ બિન્દાસ જોવા મળી રહ્યા છે. તહેવારો હોવાનાં કારણે પોલીસ પણ આંખ આડા કાન કરીને લોકોની તહેવારની મજા ન બગડે તેમ ચલાવી રહી હતી. જો કે કોરોના કેસોની સંખ્યા અમદાવાદમાં વધે નહીં તે માટે પોલીસે નવતર પ્રયાસ હાથ ધરી લોકોને માસ્ક્ક પહેરાવવાની કામગીરી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube