ઉદય રંજન/અમદાવાદ: વિશ્વ આખામાં આજે રમતગમત ક્ષેત્રે ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. ત્યારે રમતગમત ક્ષેત્રે અનેક અલગ અલગ પ્રકારની રમતોમાં યુવતીઓ અને યુવાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન આજે કરી રહ્યા છે. આજે એક એવી રમતની વાત કરવી છે. જેના અલગ અલગ પ્રકારો છે અને આ રમત છે લીંબો સ્કેટિંગ. આ સ્કેટિંગમાં અમદાવાદની 5 વર્ષીય તક્ષ્વી વાઘાણીએ ઈન્ડીયા રેકોર્ડ ઓફ બુકમાં સ્થાન મેળવ્યું છે અને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરતા આ દિકરીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 22 SUV કારના નીચેથી પસાર થઈને અનોખો રેકોર્ડ સર્જી દિધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી
કપરા ચડાણ કોઈ વ્યવસ્થા નહિ સારું શરફેળ નહિ સિમેન્ટથી બનેલા પાર્કિંગના એરીયામાં ગુજરાતની એક માત્ર તક્ષ્વી વાઘાણી કે જે લીંબો સ્કેટીંગ કરે છે અને 2 વર્લ્ડ રેકોર્ડ કર્યા બાદ આજે ત્રીજો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. આ વાત ચરીતાર્થ કરે છે કે કોન કહેતા હે આસમાન મે સુરાખ નહિ હોતા એક પથ્થર આશમાન મે તબિયત સે ઉછાલો યારો.. અને આજે આ વાત તક્ષ્વીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોવ પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે. આજે તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે.


લિંબો સ્કેટિંગ સૌથી કપરું સ્કેટિંગ
તક્ષવી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર 5 વર્ષની છે અને તેના માતા પિતા ડેન્ટલ સર્જન છે. આજે રમત ગમત ક્ષેત્રે અનેક રમતોમાં ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સ્કેટિંગમાં પણ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સ્કેટિંગમાં પણ અનેક પ્રકારો આવેલા છે. જે પૈકી લિંબો સ્કેટિંગ સૌથી કપરું સ્કેટિંગ કહેવાય છે. ભાગ્યે જ આ ક્ષેત્રે ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ લીંબો સ્કેટિંગ સમગ્ર અમદાવાદમાંથી માત્ર તક્ષવી વાઘાણી એક જ લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે ભાગ લઈ રહી છે.


ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
કોરોનાકાળમાં દીકરીએ રમત ગમત સાથે કેવી રીતે જોડવી હતી ત્યારે સમાન્ય સ્કેટિંગ શરૂ કર્યું. ત્યારબાદ તેને પ્રોફેશનલ એકેડમીમાં તાલીમ માટે મોકલવામાં આવી અને લીંમ્બો સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ અને ખૂબ ઝડપી પ્રોગ્રેરેસ જોવા મળ્યો અને શરૂ થઈ તક્ષવી વાઘણીની સફળતાની શરૂઆત. ત્યાર બાદ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.


અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો
આ સમગ્ર સમયગાળામાં લીમ્બો સ્કેટિંગ માટે વિશેષ ગ્રાઉન્ડની આવશ્યકતા હોય છે અને તેના માટે શહેરમાં કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી અને આ બધાય વચ્ચે કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શરૂઆત તેની ટ્રેનિંગ સોસાયટીના બેઝમેન્ટ તેમજ મુખ્ય હાઇ-વે નાં સર્વિસ રોડ પર કરતા હતા, પરંતુ રોડ સમતળ નાં હોવાથી અનેક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો. જોકે આ મુદ્દે સરકાર બાળકો માટે વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરે છે. ચોક્કસ અનેક બાળકો પોતાની સ્કીલ થકી શહેર સહિત દેશનું નામ રોશન કરી શકે.