અમદાવાદની સુંદર યુવતી ત્રણ દિવસથી ગાયબ, એક્ટ્રેસ સોહા અલી ખાને કરેલી Tweetથી ખળભળાટ
બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાને (Soha Ali Khan) અમદાવાદની યુવતીને લગતી એક ટ્વિટ કરી છે. સોહા અલી ખાને યુવતીનો ફોટો શેર કરતા લખ્યું છે કે, આ યુવતી અમદાવાદ (Ahmedabad) થી ગાયબ છે અને તેના માતાપિતા તેને શોધી રહ્યાં છે. ત્યારે સોહા અલી ખાનની આ ટ્વિટે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, તેની ટ્વિટથી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ છે.
અમદાવાદ :બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાને (Soha Ali Khan) અમદાવાદની યુવતીને લગતી એક ટ્વિટ કરી છે. સોહા અલી ખાને યુવતીનો ફોટો શેર કરતા લખ્યું છે કે, આ યુવતી અમદાવાદ (Ahmedabad) થી ગાયબ છે અને તેના માતાપિતા તેને શોધી રહ્યાં છે. ત્યારે સોહા અલી ખાનની આ ટ્વિટે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, તેની ટ્વિટથી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ છે.
ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂરાયા નથી
પ્રાપ્ત માહિતી અનુસાર, વૃષ્ટિ જશુભાઈ નામની યુવતી ગાયબ થઈ છે. આ યુવતી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ છે. આ મામલે તેના પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો રિપોર્ટ કરાવ્યો છે. ત્યારે સોહા અલી ખાને પણ ટ્વિટ કરીને આ યુવતીના ગુમ થયાની જાણ કરી છે અને તેને શોધવાની અપીલ કરે છે. તેણે એમ પણ લખ્યું છે કે, તેના માતાપિતા તેની ચિંતા કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સોહાની આ ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિભાવ આપ્યા હતા. તો કેટલાક અમદાવાદ પોલીસને યુવતીને શોધવા માટે અપીલ કરી હતી. એક લાખથી વધુ લોકોએ આ ટ્વિટ જોઈ છે.
વૃષ્ટિ એસ.વાય બી.કોમમાં અભ્યાસ કરે છે. ત્યારે સોહા અલી ખાનની એક ટ્વિટથી સમગ્ર વિગતો પ્રકાશમાં આવી છે.
યુવતી સાથે તેનો બોયફ્રેન્ડ પણ ગુમ
પ્રાપ્ત માહિતી અનુસાર, 23 વર્ષની વૃષ્ટિ સાથે તેનો બોયફ્રેન્ડ પણ ગાયબ થયો હોવાનું કહેવાય છે. વૃષ્ટિનો બોયફ્રેન્ડ શિવમ પણ મિસીંગ છે. બંને સાથે રીક્ષામાં બેસીના ગયા હોવાની વિગતો પોલીસ સામે આવી છે. શિવમના માતાપિતા અમેરિકામાં રહે છે. ત્યારે તેમણે પોતાના સંબંધી મારફતે પુત્રના ગુમ થયાની ફરિયાદ ગુરુવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :