ઉદય રંજન ઝી/અમદાવાદ: આંતર રાજ્ય ચેનસ્નેચિંગ કરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી છે. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની સાથે બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરતો હતો. આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચેઇન સ્નેચિંગ કરતા તેના પર મોટું ઈનામ પણ જાહેર કરાયું છે. પરંતુ તે ઝડપાયો નહોતો. પરંતુ હવે અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચના હાથે આરોપી ઝડપાઈ જતા આરોપીની પુછપરછમાં 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલ આરોપીનું નામ ઉમેશ ખટીક છે. જે મૂળ નારણપુરાનો રહેવાસી છે. પરંતુ તેના ગુનાનો આતંક ન માત્ર અમદાવાદ પુરતો હતો, તે હૈદરાબાદ અને બેંગ્લોરમાં પણ પોલીસને હંફાવતો હતો. આરોપી ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જતો હતો અને ચેઇન સ્નેચિંગ કરવા માટે તે વાહન પણ ચોરીનુ વાપરતો હોવાનુ સામે આવ્યુ છે. જોકે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા કુલ 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. 


લાલબત્તી સમાન કિસ્સો: વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી, એક ક્લિક કરતાં જ... પછી શરૂ થયો અસલી ખેલ



મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપી એ 4 મહિનામાં જ અમદાવાદમાં 6 ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો, પરંતુ મુદ્દા માલ વેચે તે પહેલા સોનાના દાગીના વાડજ પોલીસે કબ્જે કર્યા હતા. જો કે ત્યારબાદ તે ફ્લાઈટમાં હૈદરાબાદ ગયો અને ત્યાં એક જ દિવસમાં 8 ચેઇન સ્નેચિંગ કરી બેંગ્લોર ભાગી ગયો હતો. જ્યાં તેણે 4 ગુનાને અંજામ આપ્યો અને બાદમાં અમદાવાદ આવી ગયો. પરંતુ તે સમય દરમિયાન આરોપીની એક્ટિવા અને થેલો શાહીબાગ પોલીસે કબ્જે કર્યો હતો. જેથી તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યુ છે. 


જૂથવાદ પર રાજનીતિ! પાટીલે કહ્યું; રૂપાણીએ મને ફોન કરી કહ્યું હું કાર્યક્રમમાં જોડાઈશ'


આરોપી ઉમેશ ખટીક અગાઉ 50 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને આવ્યો હતો, અને માત્ર 5 મહિનામાં 18 ચેઈન સ્નેચિંગના ગુનાને  અંજામ આપ્યો છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. જેની પોલીસ માહિતી મેળવી રહી છે. સાથે જ સોનાની ચેઇન આરોપી ક્યાં વેચે છે. તે સોનીની પણ તપાસ હાથ ધરી છે.


રાત્રિ કરફ્યૂમાં લગ્ન કરવા ભારે પડ્યા, દુલ્હા-દુલ્હન સહિત જાનૈયાઓની આખી ફોજ પહોંચી ગઈ પોલીસ સ્ટેશન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube