અમદાવાદ :લોકસભામાં જંગી જીત બાદ જાણે ભાજપના ધારાસભ્યનો જીતનો નશો ચઢી ગયો છે. જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા, તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યો છે. તેનો પુરાવો આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં માર માર્યો છે. જેનો વીડિયો વાઈરલ થતા લોકો આ ધારાસભ્ય પર ફીટકાર વરસાવી રહ્યા છે. પણ જ્યારે ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે બેશરમીથી કહી દીધું કે, મારાથી ભૂલથી મહિલાને લાત વાગી ગઈ હતી. જ્યારે કે, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ધારાસભ્ય મહિલાને માર મારી રહ્યા છે. 


FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ કે, ગઈકાલે સાંજે 
અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે મહિલા રજૂઆત કરવા માટે ગઈ હતી. ત્યારે ધારાસભ્ય બલરામ થવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને મહિલાને જમીન પર પટકીને બેફામ માર માર્યો હતો. ખુદ ધારાસભ્યએ મહિલાને લાતો ફટકારી હતી. કહેવાય છે કે, નરોડામાં થાવાણી બંધુઓની દાદાગીરીનો ખૌફ છે. ધારાસભ્યએ મહિલાની ગરિમાનો પણ ખ્યાલ ન રાખ્યો, અને જાહેરમાં મહિલાને માર માર્યો. મારી સાથે જાહેરમાં ગેરવર્તણુક કરવામાં આવી છે. મહિલાએ બલરામ થાવાણી પર આક્ષેપ કરતા કહ્યું કે, ધારાસભ્યના માણસોએ મારા પતિને ઢોર માર માર્યો, ધારાસભ્યએ મને દોડાવી-દોડાવીને માર માર્યો અને મારો મોબાઈલ છીનવી લીધો. મહિલા સુરક્ષાની વાતો કરનાર ભાજપના ધારાસભ્યએ બેરહેમીથી પીટાઈ કરી છે.


અમદાવાદ: પાણી માગવા ગયેલી મહિલાને નેતાજી તરફથી લાત મળી, જુઓ VIDEO 


ધારાસભ્યના ભાઈએ પણ અગાઉ મારામારી કરી હતી
બલરામ થાવાણીના ભાઈ કિશોર થાવાણી પણ અગાઉ પાણીના મુદ્દે કોઈ શખ્સ સાથે મારામારી કરી હતી. કિશોર થાવાણી કુબેરનગર વોર્ડનો કોર્પોરેટર છે. આ વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો હતો. 



મહિલાને માર મારનાર કળયુગના રાક્ષસ છે
આ ઘટના બાદ પ્રતિક્રીયા આપતા એનસીપી નેતા રેશમા પટેલે કહ્યું કે, જાહેરમાં મહિલાને માર મારનાર કળયુગના રાક્ષસ છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાને માર મરાતા રેશમા પટેલે સવાલ ઉઠાવ્યા છે, અને પીડિત મહિલાના સમર્થનમાં આવ્યા.