• નગરદેવીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લુ રહેશે તે જાણ થતા જ ભક્તોમાં ઉત્સાહ ફેલાયો

  • કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ લાંબો સમય સુધી નગરદેવીનું મંદિર બંધ કરવામાં આવ્યું હતું


આશ્કા જાની/અમદાવાદ :નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી રહ્યાં છે. નવરાત્રિ (Navratri) એટલે માતાની આરાધનાનો દિવસ. ત્યારે અનેક ભક્તો માતા મંદિરના દર્શન કરવા જતા હોય છે. આવામાં અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિમાં નગરદેવી માં ભદ્રકાળી (nagardevi) નું મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે. આ નવરાત્રિમાં દર્શનાર્થીઓ મા ભદ્રકાળીના દર્શન કરી શકશે. કોરોનાકાળમાં નવરાત્રિ દરમિયાન અનેક મંદિર દર્શનાર્થી માટે બંધ રહેવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી


નગરદેવીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લુ રહેશે તે જાણ થતા જ ભક્તોમાં ઉત્સાહ ફેલાયો છે. કારણ કે, નવરાત્રિમાં મા કાળીના દર્શનનો અનેરો મહિમા હોય છે. પરંતુ નગરદેવી મા ભદ્રકાળી મંદિરને સરકારની ગાઇડલાન મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. સામાજિક અંતર સાથે મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. 


આ પણ વાંચો : સુરતના બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા કેસનો આરોપી હેડ કોન્સ્ટેબલ નાસિકથી પકડાયો


કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ લાંબો સમય સુધી નગરદેવીનું મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જેના બાદ મંદિર ખૂલતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જોકે, મંદિર પ્રશાસન સામે નવરાત્રિમાં ભક્તોનું મેનેજમેન્ટ કરવું આકરું બની રહેશે. નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે. તેમજ મંદિર પણ મુખ્ય બજારની વચ્ચે છે. આવામાં કોરોના ગાઈડલાઈનને ફોલો કરવી મહત્વની છે. નહિ તો, સંક્રમણ ભક્તોમાં વધી શકે છે. 


આ પણ વાંચો : ભારતને ગુલામ બનાવનાર બ્રિટિશ કંપનીનું સુકાન એક ગુજરાતીના હાથમાં છે