અમદાવાદ માટે માથાનો દુખાવો બનેલ આ પહાડ હવે જલ્દી જ થઈ જશે ગાયબ
અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે તેમ તેમ શહેરમાં એકઠા થતા ઘન કચરાના નિકાલની સમસ્યા પણ વિકરાળ થઇ રહી છે. હાલમાં આ તમામ કચરો પિરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ (Pirana dumping site) પર એકઠો થતા કચરાનો વિશાળ ડુંગર ખડકાઇ ગયો છે. જેનો નિકલ કરવો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે હવે વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra) એ આ બાબતને પ્રાથમિકતા આપી લાંબા ગાળાનું આયોજન કર્યુ છે અને નક્કર કામગીરી શરૂ કરી છે. જેના થકી વર્ષ 2022 સુધીમાં પિરાણા ખાતેના કચરાના ઢગલાને દૂર કરી દેવાની વાત તેઓએ કરી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે તેમ તેમ શહેરમાં એકઠા થતા ઘન કચરાના નિકાલની સમસ્યા પણ વિકરાળ થઇ રહી છે. હાલમાં આ તમામ કચરો પિરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ (Pirana dumping site) પર એકઠો થતા કચરાનો વિશાળ ડુંગર ખડકાઇ ગયો છે. જેનો નિકલ કરવો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે હવે વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra) એ આ બાબતને પ્રાથમિકતા આપી લાંબા ગાળાનું આયોજન કર્યુ છે અને નક્કર કામગીરી શરૂ કરી છે. જેના થકી વર્ષ 2022 સુધીમાં પિરાણા ખાતેના કચરાના ઢગલાને દૂર કરી દેવાની વાત તેઓએ કરી છે.
120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...
પિરાણા ડમ્પિંગ સાઈટ મેગા સિટી અને હવે સ્માર્ટ સિટી તરીખે ઓળખાતા અમદાવાદ માટે એક કાળી ટીલી સાબિત થઇ રહી છે. પિરાણા ડમ્પિંગ સાઇટ એટલે એક એવી જગ્યા કે જ્યા 466 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે. છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી એકઠા થતા કચરાના કારણે હાલમાં પિરાણાની 85 એકર જમીનમાં 90 લાખ ટન કચરો જમા થયો છે. જે દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને તેના અધિકારીઓ આ માથાના દુઃખાવારૂપ સમસ્યાનો ઉકેલ લાવવા મથી રહ્યા છે. ત્યારે હવે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આગેવાનીમાં નક્કર કામગીરી શઇ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે પિરાણા ડમ્પિંગ સાઈટ પર એકઠા થતા કચરામાં તમામ પ્રકારના કચરાનો સમાવેશ થાય છે. જેને છૂટો પાડવો એ સૌથી મોટી કામગીરી છે. ત્યારે એએમસીએ હાલમાં ખાનગી કંપનીને કામ સોંપ્યુ છે. શરૂઆતમાં દૈનિક 300 ટન કચરો છુટો પાડવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે કામગીરી હવે દૈનિક 6000 ટન ઉપર પહોંચી છે. જેના થકી સવાર છ લાખ ટનથી વધુ કરચાનો નિકલ કરી 7 એકથી વધુ જમીન ખુલ્લી કરાઇ છે. આમ લાંબા ગાળાનું આયોજન કરીને સમગ્ર કચરાનો ઢગલો દોઢથી બે વર્ષમાં દૂર કરી દેવાનો આશાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ વ્યક્ત કર્યો છે.
મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ
- 300 કરોડના ખર્ચે વેસ્ટ ટુ એનર્જિ પ્લાન્ટ
- 2020ના અંત સુધીમાં ઉત્પન્ન થશે વિજળી
- 1000 ટનનો ડેબરેજીસ પ્લાન પણ બની રહ્યો છે
- 100 ટનનો પ્લાસ્ટીક વેસ્ટ પ્લાન્ટ પણ પ્રોસેસમાં
આ તો વાત થઇ 40 વર્ષોથી ભેગા થતા કચરાના નિકાલની.. તો બીજી તરફ શહેરમાં દૈનિક કચરો પણ એટલો જ એકઠો થાય છે. પહેલા 4500 ટન કચરો એકઠો થતો હતો, પરંતુ એએમસીએ કરેલા વિવિધ નિર્ણયો અને ગોઠવેલી નવી સિસ્ટમના કારણે હવે 3700 ટન કચરો એકઠો થાય છે. જેને પણ વિવિધ પ્રકારે અલગ અલગ કરવાના પ્લાન્ટ ઉભા કરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જે અંતર્ગત વેસ્ટ ટુ એનર્જિ પ્રોજેક્ટ હેઠળ 300 કરોડના ખર્ચે અન્ય કામગીરી પણ શરૂ કરાઇ છે. જેના દ્વારા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત વર્ષ 2020ના અંત સુધીમાં થઈ જશે. હાલમાં પિરાણા ખાતે જ વિશાળ જગ્યામાં વેસ્ટ ટુ એનર્જિ પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક