ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગુનેગારોને જાણે કાયદાનો કે પોલીસ નો કોઈ ડર જ ન હોય એ પ્રકાર બેફામ થતા છે તેના બોલતા અને દેખાતા દ્રશ્યો સામે આવ્યા છે. વાત છે અમદાવાદના રામોલની કે જ્યા અસામાજિક તત્વોએ પૈસાને મામલે અસંખ્ય કારમાં તોડફોડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRDની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર; હવે નહીં ગણાય દોડના માર્ક્સ...જાણી લો નવા નિયમો


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર જ નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ઉમિયા નગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ બેખોફ બનીને સોસાયટીના રસ્તા પર પાર્ક કરેલ વાહનોના કાચ તોડ્યા હતા વાત છે મંગળવારે રાતે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ઉમિયા નગર તરફ ના મુખ્ય રસ્તા પર પાર્ક થયેલ 20 થી વધારે જેટલા વાહનોના કાચ કેટલાક અસામાજિક તત્વો તોડી રહ્યા છે. 


ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, જાહેર થયા નવા નિયમો, ફટાફટ જાણી લેજો!


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી અને તેના 10 જેટલા સાગરીતો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદીનો આરોપ છે કે મનીષ ગોસ્વામી અને તેના સાગરીતો પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા અને ગાડીના કાચ તોડ્યા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ દાખલ કરવામાં કરવામાં આવી છે પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. 


જલારામ બાપા અને સાંઈ બાબા અંગે MLA ફતેસિંહ ચૌહાણનો બફાટ, બોલ્યાં બાદ માફી માગી


વસ્ત્રાલ તક્ષશિલા સ્કુલની પાછળ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા જગદીશ ભલગામીયા એ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાતે બાળકો પર કેટલાક શખ્સો તલવાર, ધોકા સહિતના હથિયારો લઇને આવી ગયા હતા. જેઓ ગાળો બોલી રહ્યા હતા અને એકાએક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા. તોડફોડની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે.


આ તારીખો નોંધી લો...18 ફેબ્રુઆરી સુધી રહેશે અસર! ગુજરાતમાં અંબાલાલની ભયંકર આગાહી


સ્થાનિકઓ આક્ષેપ છે કે આ બનાવો સતત ચાલી જ રહ્યા છે અત્યાર સુધીમાં આ ગેંગે આવા ચોથા બનવાને અંજામ આપીને ફરાર થઇ ગયા ગયા છે. ત્યારે જોવું એ રહ્યું કે રામોલ પોલીસ આ ગુનેગાર સુધી ક્યારે પહોંચે છે.


નોકરી સામે દોડીને આવશે! ગુજરાતની આ યુનિવર્સિટીમાં 10થી વધુ ભાષામાં શરૂ કરાયો આ કોર્સ