જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદનું એક સેવાભાવી ગ્રૂપ અનોખી સેવા સાથે રોજ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાય છે. અમદાવાદના એક વૃદ્ધે જનસેવા માટે અર્ધ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને સેવાયજ્ઞમાં જોડાયા છે. તેઓ રોજ સોલા સિવિલ હોસ્પિટલના તમામ દર્દીને તથા સ્વિપરને 365 દિવસ કેળાનું દાન કરે છે. આ કામ માટે તેમની સાથે અન્ય સિનીયર સિટીઝન્સ પણ જોડાયા છે. તેમનું ટાર્ગેટ સમગ્ર શહેરની સરકારી હોસ્પિટલોને આ દાન આપવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : મા દુર્ગાની આ મૂર્તિમાં થયો ચમત્કાર, એકાએક થયું એવું કે લોકો સમજી ન શક્યા


સાયન્સ સિટીમાં રહેતા 63 વર્ષીય પિનાકીન દેસાઇ અને તેમના મિત્રો એક પણ દિવસ ચૂક્યા વગર છેલ્લાં 4 વર્ષથી સોલા સિવિલમાં રોજ સવારે 100 કિલો કેળા વહેંચે છે. પોતાના આ સેવાકાર્ય વિશે પિનાકીનભાઈ કહે છે કે, થોડા વર્ષો પહેલા મારા ફોઈને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. હું પત્ની સાથે તેમની ખબર પૂછવા ગયો, ત્યારે મેં જોયું કે ત્યાં દર્દી પાસે કેસ કઢાવવાના 5 રૂપિયાના પણ ફાંફાં હોય છે. ત્યારે એવું થયું આ લોકોને ફળો ખાવા કેવી રીતે પોસાય? એ દિવસે આ જ હોસ્પિટલમાં એમડી ડોક્ટર તરીકે ફરજ બજાવતી મોટી દીકરી સાથે વાત કરી તેમને હું શું મદદ કરી શકું એમ પૂછ્યું? મારી દીકરીએ કહ્યું, ‘પપ્પા, તમે આમને બિસ્કીટનું એક પેકેટ પણ આપશો તો તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળશે.’



ત્યારે સૌથી પહેલા મેં દર્દીઓને 20 કિલો કેળા આપવાથી શરૂઆત કરી. છ મહિનામાં 60 કિલો કેળા વહેંચવાનું શરૂ કર્યું. તે સમયે ખમાસા જનતા કેળાવાળાના ત્યાંથી હું કેળા ખરીદતો હતો. તેના માલિક ઇબ્રાહીમભાઇને હું કેળા હોસ્પિટલના દર્દીને આપવા માટે લઇ જાઉં છું તેવો ખ્યાલ આવતા તેમણે ખૂટતા બે કેરેટ એટલે કે 40 કિલો કેળાં મફત આપવાનું શરૂ કર્યું. આજે હું ત્યાંથી 100 કિલો કેળા ખરીદું અને પૈસા 60 કિલોના ચૂકવુ છું. આ સેવા વિશે સાંજે ઔડા ગાર્ડનમાં ભેગા થતા સિનીયર સિટીઝનો સાથે સામુહિક વાર્તાલાપ થયો. જેથી તેઓ પણ આ સેવામાં જોડાઈ ગયા અને સવારે તેઓ મારી સાથે હોસ્પિટલ પરિસરમાં કેળા વહેંચવામાં મદદ કરે છે.'


PM હાઉસ કે લગ્નનો હોલ? આ તસ્વીર વાયરલ થતાં ઇમરાન ખાન થયા ટ્રોલ...
 
પિનાકિનભાઇએ સેવા માટે વહેલી નિવૃત્તિ લીધી હતી. જો દર્દી ઓછા હોય તો તેઓ હોસ્પિટલના ગેટ પાસે ત્યાંથી પસાર થતાં બાળકો, ઓપીડીની લાઇનમાં ઊભા રહેલા દર્દીના બાળકોને કેળા વહેંચે છે. જ્યારે કેળાંના વેપારી ઇબ્રાહીમ શેખે પણ ફૂટપાથથી ફ્રૂટ વેચવાનું કામ શરૂ કર્યુ હતું. આજે તેઓ હોલસેલના વેપારી છે. તેઓ કહે છે કે, પિનાકીનભાઇ દાન કરવા મારા પાસેથી કેળા ખરીદતા હતા, તેથી મને પણ થયું એટલે તેઓને 40 કિલો મારા તરફથી કેળા આપું છું.'


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :