અમદાવાદ : વાલીઓના હિતમાં ફી નિર્ધારણ કાયદાની રચના તો કરવામાં આવી પણ ક્યાંકને ક્યાંક ખાનગી શાળાઓ પર જાણે કે FRCના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની ઉદગમ સ્કુલમાં ફી ઘટાડવા બદલે ચાર હજાર સુધીનો વધારો નવા વર્ષમાં કરવામાં આવ્યો છે. FRCના ફાઈનલ ફીના ઓર્ડરમાં દર્શાવાયુ છે કે, ઉદગમ સ્કુલ દ્વારા વર્ષ 2017-18માં ધોરણ-1ની ફી રૂપિયા 75,865 વસુલવામાં આવી હતી. જેની વર્ષ 2018-19ની ફી 79,658 મંજૂર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદગમ સ્કૂલમાં પ્લેગ્રુપથી ધોરણ 5 સુધીના તમામ વર્ગોમાં આ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. હાલ તો, માત્ર ઉદગમ સ્કુલની જ ફીનો વધારો સામે આવ્યો છે. પરંતુ આવી ઘણીય ખાનગી શાળાઓ હશે, જેમાં વાલીઓ પર વધારાનો બોજ ઝીંકી દેવામાં આવ્યો હશે. તેતો વાલીઓના અવાજ ઉઠાવ્યે જ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે તો જાણે વાલીઓનું હિત નેવે મૂકીને FRCએ ખાનગી શાળાઓની મનમાની સામે આંખ આડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. 


ઉદ્ગમ સ્કૂલની જૂની ફી
પ્લેગ્રુપ                       70,200
નર્સરી        79,995
કે.જી        78,645
ધો.-1        75,865
ધો.-2        75,880
ધો.-3        73,795
ધો.-4        71,635
ધ.-5        75,250