અતુલ તિવારી/અમદાવાદ :દરેકના જીવનમાં શરૂઆતનો એક સમય એવો હોય છે જ્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય. પરંતુ સમય જતા ઉડતા વિમાનને જોઈ થતા આશ્ચર્યની બાદબાકી થવા લાગતી હોય છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષીય મીહિર પટેલ આજે પણ ઊડતાં વિમાન જોઈને એટલો જ રોમાંચિત થાય છે, જેટલો નાનપણમાં થતો હતો. આ જ રોમાંચ થકી મીહિર કોઈપણ વિમાનનાં આબેહૂબ મોડેલ બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકી હુમલાની દહેશતથી સોમનાથ અને અંબાજીમાં સુરક્ષા કડક કરાઈ


મીહિર પટેલે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. મીહિરે ધોરણ-10ના વેકેશનથી જ એરક્રાફ્ટ વિશેની જાણકારીઓ ભેગી કરવાની શરૂઆત કરી હતી. મીહિરે એવિયેશનનો કોઈ અભ્યાસ લીધો નથી, પરંતુ તે કોઈપણ વિમાનનું આબેહૂબ મોડેલ બનાવી જાણે છે. તેમાં તે માહેર છે. ઈન્ટરનેટની મદદ લઈને મીહિરે આબેહુબ વિમાનનાં સ્કેલ, ડાઈમેન્શન, ફંક્શન વિશેની માહિતી ભેગી કરી તેને સમજીને સ્કેલ મોડેલ બનાવવા લાગ્યો. મીહિરે તૈયાર કરેલા તમામ મોડલ બારીક માહિતીથી સજ્જ હોય છે. આ મોડલને પહેલી નજરે જોતા તો એવું જ લાગે કે હમણાં જ આ વિમાન ટેક ઓફ કરશે. સ્કેલ મોડેલ્સ એટલે કે સાચુકલા વિમાનની નાનકડી પ્રતિકૃતિની સાથે મીહિરે ફ્લાઈંગ મોડેલ એટલે કે ખરેખર ઊડી શકે તેવાં વિમાન પણ બનાવ્યાં છે. પેસેન્જર વિમાનોનાં મોડેલ ઉપરાંત મીહિર ઇન્ડિયન એરફોર્સમાં વપરાતા ફાઈટર એરક્રાફ્ટ્સનાં આબેહુબ મોડેલ બનાવી જાણે છે. 


ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે


શરૂઆતના સમયમાં મીહિર પટેલ કમર્શિયલ એટલે કે પેસેન્જર વિમાન બનાવતો. ફ્લાઇટનાં સ્કેલ મોડેલ બનાવતાં બનાવતાં તેણે ભારતીય વાયુસેનાના વિમાનોની જાણકારી પણ મેળવી. જેમ જેમ મીહિર ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ્સ વિશે જાણતો ગયો, તેમ-તેમ તેનો રસ વાયુસેનાના એરક્રાફ્ટ બનાવવામાં વધવા લાગ્યો. હાલમાં તેણે 25 થી 30 જેટલાં કમર્શિયલ ફ્લાઇટનાં સ્કેલ મોડેલ્સ બનાવ્યાં છે. હવે તો મીહિરનું મોટાભાગનું ફોકસ ભારતીય વાયુસેનાનાં એરક્રાફ્ટ્સ બનાવવા પર જ છે. તેણે ‘સુખોઇ- SU 30 MKI’, ‘મિરાજ 2000’ અને ‘મિગ 25’ જેવાં ફાઈટર પ્લેનના મોડલ પણ બનાવ્યાં છે.


જન્મ શતાબ્દી : વિક્રમ સારાભાઈનું મૃત્યુ એ જ જગ્યાએ થયું, જ્યાં તેમણે ભારતના પહેલા રોકેટનું પરીક્ષણ કર્યું હતું 



સામાન્ય રીતે એક મોડલ બનાવતા મિહિરને 1 મહિનાનો સમય લાગે છે, પરંતુ ‘સુખોઇ SU-30 MKI’નું મોડલ બનાવતા તેને એક વર્ષ લાગ્યું. આ મોડલની ખાસિયત એ છે કે, મીહિરે બનાવેલા તમામ સ્કેલ મોડલમાંથી સૌથી મોટું સ્કેલ મોડેલ છે, જે 66 સેન્ટિમીટર લાંબું છે. અસલી એરક્રાફટ મોડેલની સરખામણીએ તે 30 ગણું નાનું છે. તો સ્કેલ મોડેલ્સ બનાવવાની સાથે જ મીહિરે 'Piper J3cub’ ફાઈટર પ્લેનનું ફ્લાઈંગ મોડેલ એટલે કે સાચે ઊડી શકે તેવું એક વિમાન પણ બનાવ્યું. આ ફાઈટર પ્લેનને 1940ના સમય દરમિયાન અમેરિકન કંપની બનાવતી હતી. મીહિર પોતાના આ ‘વિન્ટેજ’ પ્લેનના ફ્લાઈંગ મોડેલને સફળતાપૂર્વક ઉડાડી પણ ચૂક્યો છે.


મીહિર પટેલના બનાવેલા એરક્રાફ્ટ મોડેલ્સ જોઈને પહેલો સવાલ થાય કે, આ વિમાન બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હશે. ત્યારે આ આબેહુબ એરક્રાફ્ટના મોડલ બનાવવા માંટે મીહિરે માત્ર કાગળ, કાર્ડબોર્ડ અને વાંસની સળીઓનો જ ઉપયોગ કર્યો છે. આ આબેહુબ મોડલ બનાવવા માટે સૌથી પહેલા કમ્પ્યુટરમાં એક્ઝેક્ટ માપ લઈને ડિઝાઇનની પ્રિન્ટ કાઢવી પડે છે. જેના માટે ખૂબ ચોકસાઈની જરૂર રહે છે. મીહિરે બનાવેલું મિરાજ 2000નું સ્કેલ મોડેલ અસલી પ્લેન કરતાં એક્ઝેટ 50માં ભાગ જેટલું નાનું છે. એટલે કે 1:50નો રેશિયો. પ્લેનના પૈંડા, કોકપીટ, પાંખો, એન્જિન, નોઝ સહિતના તમામ ભાગ તે જ માપ અનુસાર પેપર અને કાર્ડબોર્ડની મદદથી બનાવવામાં આવે છે. વિમાનની લાંબી પાંખો માટે તેને સપોર્ટ આપવા વાંસની સળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.


સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી


મીહિર હાલમાં જ ISRO દ્વારા ચંદ્ર પર મોકલેલું ચંદ્રયાન-2નું પણ આબેહુબ મોડલ બનાવી રહ્યો છે. ઈન્ટરનેટ પરથી ફોટો મેળવીને હાલ ચંદ્રયાન-2 બનાવવાનું કામ ગતિમાં છે. હાલમાં જ તેણે મંગળયાનનું પણ મોડલ બનાવ્યું છે. આ સિવાય મીહિર શીપ, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનના પણ આબેહુબ મોડલ બનાવવામાં સફળતા મેળવી છે. લોનાવલાના એક મ્યુઝિયમે તો મીહિરને 15 જેટલાં મોડેલ બનાવવા માટે ઓફર પણ કરી હતી. પરંતુ અભ્યાસ સાથે નોકરીને કારણે સમય ના મળી રહેતા તેણે આ ઓફરને નકારી દીધી. ત્યારે મીહિરે બનાવેલું માત્ર એક મોડેલ ખરીદવા માટે પણ લોકો 10,000થી 15,000 રૂપિયા આપવા તૈયાર થયા. પરંતુ તેણે હજુ સુધી એકપણ મોડેલ વેચ્યું નથી. મીહિરની સાચી મહેનતના કારણે તેને ખરી મદદ કરનાર તેના પરિવારે તેને એકપણ મોડેલ્સ વેચવા ન દીધા. 


વિમાન મોડલની સાથે ડ્રોન પણ બનાવ્યું
સ્કેલ મોડેલ બનાવવામાં માહેર એવા મીહિરે પ્રોજેક્ટ માટે એક ડ્રોન બનાવ્યું છે. જે વ્યક્તિની ગરમી મુજબ તેને જમીનની અંદરની બાજુ પણ ડિટેક્ટ કરી શકે છે. આ ડ્રોન ભારતીય સેના માટે ઘણું મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે. તો કુદરતી આપત્તિ સમયે પણ બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ બની શકે છે. આ ડ્રોન જમીન પરના માણસને શોધી તેમનો જીવ બચાવી શકે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :