અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું હતું. તો આજે કોર્પોરેટર અંકિત બારોટનો છૂટકારો થયો હતો. અંકિત બારોટને નરોડા વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યા હતા. અંતિક બારોટે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, મારૂ અપહરણ કરીને મને વંથલી લઈ જવામાં આવ્યો હતો. હાલ અંકિત બારોટ ઘરે પરત ફર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપહરણમાંથી છૂટકારો થયા બાદ મીડિયા સાથે વાત કરતા અંકિત  બારોટે જણાવ્યું કે, મને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મને અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો. તેણે પોતાનું અપહરણ કરીને વંથલી બાજુ લઈ જવાનો દાવો કર્યો છે. ભાજપના લોકોએ મારૂ અપહરણ કર્યું હતું, તેવો પણ આરોપ કોર્પોરેટર અંકિત બારોટે લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના લોકો ડરાવી-ધમકારીને કામ કરાવે છે. મને બે-ત્રણ વખત ભાજપનો ફોન આવ્યો પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. મને રિવોલ્વર દેખાડીને મારો ફોન લઈ લીધો હતો. મને ગાડીમાં બેસાડીને ગાડીના દરવાજા બંધ કરીન લઈ જવામાં આવ્યા હતા. ત્રણ ઈનોવા અને બે નાની ગાડી હતી. મને જે ફાર્મ પર લઈ ગયા ત્યાં 30-35 લોકો હતા. 


શું છે સંપૂર્ણઘટનાક્રમ
ગાંધીનગર મહાનગર પાલિકામાં આજે મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાવાની હતી. મહાનગરપાલિકામાં ભાજપ પાસે 16 અને કોંગ્રેસ પાસે 15 સભ્યો હતા. તો રવિવારે મોડી રાત્રે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત મોડી રાત્રે તેમના પત્ની ભૂમિકા બારોટ દ્વારા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ કોંગ્રેસને થતા ગાંધીનગરના ધારાસભ્યો સી.જે.ચાવડા અને કોંગ્રેસના કાર્યકરો પણ સેક્ટર-21 પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ સાથે કોંગ્રેસે મેયરની ચૂંટણી રદ્દ કરવાની પણ માંગ કરી હતી.