અમદાવાદ : ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાનો હાહાકાર વધ્યો છે. જેના કારણે પ્રાથમિક તબક્કે રેલવેના ડબ્બામાં દર્દીઓને આઇસોલેટ કરવા માટેની યોજના બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેના કોચમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં 60 ડબા આઇસોલેશન સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા 8 મહિનાથી એક પણ દર્દી અહીં આવ્યો નથી. જ્યારથી તૈયાર કરાયા ત્યારથી એક પણ દર્દીને અહીં રાખવામાં આવ્યો નથી.
 
એક તરફ અમદાવાદમાં સારવાર માટે બેડ નહી મળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આસપાસના શહેરોમાં દર્દીઓને રિફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લાખોના ખર્ચે ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધા સાથે તૈયાર રેલવેના કોચ તૈયાર થયા ત્યારથી ધુળ ખાઇ રહ્યા છે. જેના કારણે તંત્રની મંશા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં બેડ નહી મળી રહ્યા હોવાની બુમ પડી રહી છે. જ્યારે આઠ મહિના પહેલા દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવેલા રેલવે કોચ પડી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા આ રેલવે કોચની કોઇ યાદી પણ મંગાવાઇ નથી કે તેની સુધ પણ લેવામાં નથી આવી રહી. ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધા સાથેના આ કોચ લાખોના ખર્ચે તૈયાર કરાયા બાદ ધુળ ખાઇ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube