AIIMS Result: ગુજરાતના અમિતાભ ચૌહાણે ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો
દેશની પ્રતિષ્ઠિત મેડિકલ શૈક્ષણિક સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષામાં ગુજરતાના વિદ્યાર્થીએ બાજી મારી છે.
અમદાવાદ/સુરતઃ દેશની પ્રતિષ્ઠિત મેડિકલ શૈક્ષણિક સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષામાં ગુજરતાના વિદ્યાર્થીએ બાજી મારી છે. ઓલ ઈન્ડિયામાં અમિતાભ ચૌહાણનો પાંચમો રેન્ક આવ્યો છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. દેશભરમાંથી કુલ 2 લાખ 84 હજાર 734 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 હજાર 905 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.
આ સાથે સુરતના વિદ્યાર્થી તનુજ પ્રેસવાલાએ ઓલ ઈન્ડિયામાં 32મો રેન્ક મેળવ્યો છે. તનુજ પ્રેસવાલાએ ચાલુ વર્ષે લેવાયેલી નીટની પરીક્ષામાં પણ ઝળહળતી સફળતા મેળવી હતી. નીટ 2018ની પરીક્ષામાં તનુજ પ્રેસવાલાને ઓલ ઈન્ડિયામાં 18મો રેન્ક મળ્યો હતો. જ્યારે આજે જાહેર થયેલા એઈમ્સની પરીક્ષાના પરિણામમાં 32મો રેન્ક મળતાં પરિવાર સહિત શૈક્ષણિક જગતમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. એઈમ્સ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામમાં તનુજ પ્રેસવાલાએ 32મો ક્રમ મેળવ્યો છે.