• કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા એર એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

  • દિલ્હી જવા 14 લાખ અને ચેન્નઇ જવા ફી રૂપિયા 22 લાખ જેટલી વસૂલાઈ રહી છે


ગૌરવ દવે/રાજકોટ :કોરોનાકાળમા દર્દીને બચાવવુ બહુ જ જરૂરી બની ગયું છે. આ માટે લોકો ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખે છે. આવામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે એર એમ્બ્યુલન્સ વરદાન સાબિત થઈ છે. પરંતુ હાલ લાખો રૂપિયા ચૂકવીને એર એમ્બ્યુલન્સ (air ambulance) ની મદદ મળી રહી છે. રાજકોટ (rajkot) થી 15 દર્દી એર એમ્બ્યુલન્સમાં અન્ય રાજ્યમાં શિફ્ટ કરાયા છે. ત્યારે દિલ્હી જવા 14 લાખ અને ચેન્નઇ જવા ફી રૂપિયા 22 લાખ જેટલી વસૂલાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં વરદાન બની એર એમ્બ્યુલન્સ 
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં બે દર્દીને વધુ મેડિકલ સુવિધા માટે અન્ય રાજ્યોમાં શિફ્ટ કરાયા છે. કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા એર એમ્બ્યુલન્સ ઉડાન ભરી રહી છે. જેમાં એપ્રિલ મહિનામાં 8 કોવિડ દર્દી અને 5 નોન કોવિડને શિફ્ટ કરાયા છે. જ્યારે કે, મે મહિનામાં 1 કોવિડ અને 1 નોન કોવિડ દર્દી એર એમ્બ્યુલન્સથી સારવાર અર્થે (medical emergenc) ખસેડાયા છે. 


આ પણ વાંચો : અડધું જામનગર શહેર આજે પાણીવિહોણું રહેશે, આ છે કારણ...


મુંબઈથી એપ્રુવલ બાદ 3 કલાકમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ 
કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા એર એમ્બ્યુલન્સ (air ambulance) ની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગંભીર રોગથી પીડાતા લોકો માટે કોરોના જાનલેવા સાબિત થઈ રહ્યો છે. આવામાં વધુ સારવાર માટે તેઓને અન્ય રાજ્યોની કેટલીક હોસ્પિટલોમાં ખસેડવા પડે છે. ત્યારે દર્દીને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્હી, ચેન્નાઈ અને હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં તેનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં અનેક દર્દીઓને મોટા શહેરોમાં સારવાર માટે લઈ જવા એર એમ્બ્યુલન્સ કામમાં આવી છે. મુંબઇ હેડ ઓફીસના એપ્રુવલ બાદ 3 કલાકમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને રાજકોટ આવ્યા બાદ એર એમ્બ્યુલન્સ મદદથી રાજકોટથી ઉડાન ભરી દોઢ કલાકમાં નિયત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.


આ પણ વાંચો : કોરોનાએ ભારતને ગરીબીના મુખમાં ધકેલ્યો, સરવેમાં આંકડા આવ્યા સામે 


રાજકોટમાંથી રાહતના સમાચાર 
રાજકોટમાં કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને મહાત આપી છે. સાથે જ ટેસ્ટ અને ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. મનપાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા હતા, તે ઘટી 210 થઈ ગયા છે. 104માં ટેસ્ટિંગ પહેલા 910 થતા હતા, જે હવે ઘટીને 197 થઈ ગયા છે. 20 દિવસમાં 12254 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કે નવા 8521 દાખલ થયા છે. કોરોનાથી સાજા થતા દર્દીઓનો ડિસ્ચાર્જ રેશિયો વધ્યો છે.