અમદાવાદમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું, હવામાં છે ઝેર
અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક પ્રદૂષણ નોંધાયું છે. આ પ્રદૂષણની માત્ર ભયજનક સપાટીને પાર કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ પ્રદૂષણ કોટ વિસ્તારમાં નોંધાયું છે. તો બીજી તરફ, રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ 422ને પાર થઈ ગયું છે. આ પ્રદૂષણ હજી બે દિવસ આવું જ રહે તેવી સ્થિતિ છે.
જાવેદ સૈયદ/અમદાવાદ : અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક પ્રદૂષણ નોંધાયું છે. આ પ્રદૂષણની માત્ર ભયજનક સપાટીને પાર કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ પ્રદૂષણ કોટ વિસ્તારમાં નોંધાયું છે. તો બીજી તરફ, રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ 422ને પાર થઈ ગયું છે. આ પ્રદૂષણ હજી બે દિવસ આવું જ રહે તેવી સ્થિતિ છે.
AMC એડવાઇઝરી જાહેર કરવાનું ચૂકી ગઈ
અમદાવાદમાં અચાનક વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધતાં શહેરીજનોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. મંગળવારે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર 309 સુધી રહ્યું હતું. તેમાં પણ રાયખડ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ તો 422 સુધી પહોંચી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે પ્રદૂષણનું પ્રમાણ આ હદે વધવા છતાં કોર્પોરેશને હેલ્થ એડવાઈઝરી જાહેર કરવાનું યોગ્ય સમજ્યું ન હતું. અગાઉ એર ક્વોલિટી ઈન્ડેક્સ 350 થયો ત્યારે કોર્પોરેશને એડવાઈઝરી બહાર પાડી હતી. હજુ બે દિવસ સુધી અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ આટલું જ રહે તેવી શક્યતા છે.
નિષ્ણાતોનું માનીએ તો, શિયાળામાં ભેજનું પ્રમાણ વધતા રજકણો ઉંચે ન ચઢતા પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત વાહનોનો ધુમાડો પણ પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત કોલ્ડ વેવના કારણે ઉપરનું હવાનું દબાણ વધુ હોવાથી પ્રદૂષણ નીચે ઉતરતું હોય છે.
આવા પ્રદૂષણમાં બીમારીઓ વધે છે
આવી ઠંડી અને ગરમીની મિક્સ સિઝનમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ઓક્સાઈડ, ધૂળ અને રજકણોનું પ્રમાણ વધતા ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જે ફેફસામાં જવાથી એક્યુટ બ્રોન્કાઈટિસ, એલર્જીક બ્રોન્કાઈટીસ, દમ, ધૂળ આંખમાં જતાં આંખમાં ખંજવાળ, પાણી પડવું અને આંખ લાલ થવી તેમજ છીંકો આવવી, નાક બંધ થવું, અપચો, ઉલટી-ઉબકા આવવા અને ગેસની તકલીફ થવી જેવી સમસ્યા સર્જાય છે.