ભરત ચુડાસમા, ભરૂચઃ એશિયન ગેમ્સ (Asian Games) નો છઠ્ઠો દિવસ ભારતના એર રાઇફલ શૂટર્સ (Air Rifle Shooters) ના નામે રહ્યો છે. ભારતના ઈશા, દિવ્યા અને પલકની ટીમે 10 મીટર એર રાઈફલ ટીમ શૂટીંગ ઈવેન્ટ (Air Rifle Team Shooting Event) માં સિલ્વર મેડલ હાંસલ કરી દેશનું ગૌરવ વધાર્યું છે. એર રાઈફલ શૂટિંગ ગુજરાતમાં લોકપ્રિય બની રહ્યું છે જેમાં ગુજ્જુ રમતવીરો પોતાનું કૌશલ બતાવી રહ્યા છે. આ રમત આજની યુવાન પેઢી માટે આકર્ષણનું કેન્દ્ર બની છે પણ એક એર રાઈફલ શૂટર કઈ રીતે બની શકાય? આ માહિતીનો અભાવ પ્રતિભાશાળી હોવા છતાં યુવા પેઢીને સફળતાથી દૂર ધકેલે છે. આ અહેવાલમાં અમે જણાવી રહ્યા છીએ કે એક એર રાઈફલ શૂટર બનવા શું કરવું જોઈએ…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયન ગેમ્સ (Asian Games) ની આ સિઝનમાં શૂટિંગમાં ભારતે 14 મેડલ જીત્યા છે.જાણીતા એર રાઈફલ શૂટર કોચ અજય પંચાલે આ બાબતે અમે પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.


પ્રશ્ન : એર રાઈફલ શૂટર કોણ બની શકે?
જવાબ : આ માટે ઉંમર કરતા રાઇફલ ચલાવવા માટેની પરિપક્વ ઉપર વધુ ભાર આપવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંને એર રાઈફલ શૂટર બની શકે છે.


પ્રશ્ન : એર રાઈફલ શૂટર બનવા લાઇસન્સની જરૂર પડે છે?
જવાબ :એર રાઇફલ ચલાવવા ફાયર આર્મ્સ જેવું કોઈ લાઇસન્સ મેળવવાની જરૂર પડતી નથી.આ રાઇફલ પ્રાણઘાતક નથી પણ લાપરવાહી નિર્દોષને ઈજાગ્રસ્ત કરી શકે છે માટે તેનો ઉપયોગ જવાબદારીપૂર્વ કરવો જરૂરી છે.


પ્રશ્ન : એર રાઈફલ શૂટર બનવા તાલીમ લેવી પડે છે?
જવાબ : કોઈ પણ રમતમાં નિપુણતા હાંસલ કરવા તાલીમ અને માર્ગદર્શનની જરૂર પડે છે. આ રમતમાં કરિયર બનાવવા ઇચ્છનાર રાઈફલ શૂટર ક્લબ સાથે જોડાઈ આગળ વધી શકે છે. કોચ અચૂક નિશાન અને લક્ષય તરફની એકાગ્રતા જેવી તાલીમ પુરી પાડે છે.


પ્રશ્ન : રાઈફલ શૂટર ઘરે પ્રેક્ટિસ કરી શકે છે?
જવાબ : રાઈફલ શૂટર કલબમાં પ્રેક્ટિસ કરે તે વધુ સલામત છે. કલબમાં અનુકૂળ અને સલામત વાતાવરણ મળે છે જે લક્ષયને ભેદવામાં વધુ સાથ આપે છે.


પ્રશ્ન : ગુજરાતના રાઈફલ શૂટર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યાં છે?
જવાબ : Elavenil Valarivan, Lajja Goswami, Dhanveer Rathod, khushi chudasama અને Som visavadiya જેવા ગુજરાતના શૂટર્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પદક જીતી દેશ અને ગુજરાતનું નામ રોશન કરી ચુક્યા છે.