કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું, હવે માત્ર પવન સાથે વરસાદની આગાહી
કચ્છના દરિયાઇ વિસ્તારમાં વાયુ વાવાઝોડાનું સંકટ ઘટ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, કે મંગળવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. સંકટ ટળ્યું છે, છતા પણ દરિયાઇ વિસ્તારની નજીક રહેનારા લોકોને સતર્ક રહેવાનું સુચન આપવામાં આવ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છના દરિયાઇ વિસ્તારમાં વાયુ વાવાઝોડાનું સંકટ ઘટ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, કે મંગળવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. સંકટ ટળ્યું છે, છતા પણ દરિયાઇ વિસ્તારની નજીક રહેનારા લોકોને સતર્ક રહેવાનું સુચન આપવામાં આવ્યું છે.
કંટલા પોર્ટના નજીકના વિસ્તારોમાં 15 જેટલી બસો દ્વારા વાવાઝોડાની અસર થાય તેવા વિસ્તારોમાંથી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના તમામ દરિયાઈ વિસ્તારોમાં વહીવટીતંત્રની નઝર રાખવામાં આવી રહી છે.
પટેલ પરિવારનો માત્ર 5 વર્ષનો આ દિકરો ગીતાના શ્લોક બોલે છે કડકડાટ
વાયુ વાવાઝોડાની અસરને પગલે પવનની ગતીને પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં વાયુ વાવાઝોડુ ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. પ્રતિકલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ હતું. આજે મોડી રાત્રે ડીપ્રેશન સ્વરૂપે કચ્છના નલીયા અને લખપત વચ્ચે ટકરાશ ભારે વરસાદની શક્યતાને પગલે સરકારે એનડીઆરફની ટીમોને સજ્જ રાખી છે.
ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા
કચ્છ-5 ટીમ પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં બે-બે ટીમો રખાઈ છે. જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે ગાંધીનગર ખાતે બે ટીમો સ્ટેંડ બાય રાખવામાં આવી છે. અને સુરક્ષાને લઇને સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.