ભેજાબાજ ઠગની મોડસ ઓપરેન્ડી જોઇ સાઇબર ક્રાઇમ અધિકારીઓ મોં મા આંગળી નાખી ગયા
આણંદના ટ્રાવેલ્સ સંચાલક સહિત સુરત વડોદરા અમદાવાદમાં એર ટીકીટ બુક કરાવવાના બહાને છેતરપીંડી આચરનાર શખ્સને આણંદની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી 6 થી વધુ છેતરપીંડીનાં ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો.
આણંદ, બુરહાન પઠાણ, આણંદ: આણંદના ટ્રાવેલ્સ સંચાલક સહિત સુરત વડોદરા અમદાવાદમાં એર ટીકીટ બુક કરાવવાના બહાને છેતરપીંડી આચરનાર શખ્સને આણંદની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી 6 થી વધુ છેતરપીંડીનાં ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો.
આણંદ શહેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ભરતકુમાર પટેલને અજાણ્યા શખ્સે ફોન કરી એર ટીકીટ બુક કરાવવાનું કહી એર ટીકીટનાં પૈસા આંગડિયાથી મોકલી આપ્યાનું વચન આપ્યા બાદ આંગડિયાનાં નામે પૈસા આવી ગયા છે તેવો ફોન કર્યા બાદ વધારાના નાણાં 86 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન રિસોર્સથી તપાસ કરતા આ ભેજાબાજ પોતાને એર ટીકીટ જોઈએ તેમ કહી ટીકીટ બુક કરાવતો. ટીકીટના પૈસા આંગડીયાથી મોકલી આપ્યા છે તેવું કહેતો અને પછી પોતે જ આંગડીયો બની ટીકીટ જ્યાં બુક કરાવી હોય ત્યાં ફોન કરતો અને કહેતો તમારા પૈસા આવી ગયા છે. તેમણે ટીકીટ ઉપરાંત વધારાના પૈસા પણ મોકલ્યા છે. તે વધારાના નાણાં તમે ઓનલાઈન વોલેટમાં અથવા એકાઉન્ટમાં નાખી આપો તેવું કહેતો એટલે ટીકીટ બુક કરનાર નાણાં જે તે વોલેટ કે એકાઉન્ટમાં નાખતો. જે ઠગ ઉઠાવી લેતો અને એર ટીકીટનું બુકીંગ કરનારને ચુનો ચોપડતો હતો.
આ જબ્બરજસ્ત મોડસ ઓપરેન્ડી જોઈ સાઈબર ક્રાઈમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને પોલીસે ભેજાબાજ ઠગ જીજ્ઞેશ ચંપકલાલ શાહને ઝડપી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા આ ઠગએ અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, આણંદનાં છ જેટલા ટ્રાવેલ્સ સંચાલકો સાથે 6 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપીની ઘરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube