અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ મુકાયો હોવાનો મેસજ મળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને જાણ કરી હતી. બૉમ્બ હોવાનો મેસજ સાથે જ એરપોર્ટ પરના સુરક્ષા કર્મી સહિતની અન્ય ટીમો એક્શનમાં આવી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આશાબેન પટેલના રાજીનામાથી પાર્ટીમાં હડકંપ, પૂતળા દહન સાથે કરાયો વિરોધ


સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને જાણ કરી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવાયું હતું. આ સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમને કામે લગાડીને એરપોર્ટની સઘન તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો.


વધુમાં વાંચો: અલ્પેશને કોંગ્રેસ પાટણથી લોકસભા ચૂંટણી લડાવી શકે છે: સુત્ર


દિલ્હી એરપોર્ટ પર ચિરાગ મહેતા નામના વ્યક્તિએ ફોન કરીને બૉમ્બ હોવાની જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, 4 વાગે બોમ્બ મુક્યો છે અને 1.30 કલાકે બોમ્બ ફુટશે. બોમ્બના મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઇ હતી. અત્યારે તમાર સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...