અરે બાપ રે! ભાજપના નેતાજીનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ, આબરૂ જતાં કરાયા સસ્પેન્ડ
બે દિવસ પહેલા અજિત પટેલનો એક મહિલા સાથેનો કથિત વિડીયો વાયરલ થયો હતો. બારડોલી તાલુકા પંચાયતના સાશક પક્ષના નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટરનો વિડીયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો હતો.
સંદિપ વસાવા/સુરત: ભાજપના રાજકીય અને સહકારી અગ્રણી અજિત પટેલનો કથિત મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચ્યો હતો. આ મુદ્દે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. બીભત્સ વીડિયોને લઈ ભાજપની છબી ખરડાતા અજિત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાથમિક અને સક્રિય પદ પરથી સસ્પેડ કરવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા અજિત પટેલનો એક મહિલા સાથેનો કથિત વિડીયો વાયરલ થયો હતો. બારડોલી તાલુકા પંચાયતના સાશક પક્ષના નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટરનો વિડીયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો હતો. વીડિયોમાં મહિલાને બાહુપાશમાં લઈ એકબીજાને ચુંબન કરતો નેતાજીનો વિડીયો વાયરલ થયો હતો. જેને કારણે ખરવાસા ગામમાં મિટિંગ કરી અજિત પટેલને ગામની સમિતિ તેમજ મંડળમાંથી રાજીનામુ આપવા જણાવાયું હતું. આ મામલે સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચો પણ મેદાને ઉતરશે. બારડોલી પ્રાંત અધિકારીને અજિત પટેલના બિભત્સ વીડિયોને લઈને આવેદન પત્ર આપશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના અગ્રણી અને સુમુલ ડેરીનાં ડાયરેક્ટર અજીત પટેલનો કથિત મહિલા સાથે રંગરેલીયા માનવતો વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થતાં હાહાકાર મચ્યો હતો. સૌ પ્રથમ બીભસ્ત વીડિયો વાયરલ થતાં પાર્ટી અને દૂધ મંડળીના હોદેદારો ચોંકી ગયા હતા. સુમુલ ડેરીમાં ખરવાસા દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનાર અજીત પટેલની કથિત મહિલા સાથેની રંગરેલીયા કેમેરામાં કેદ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.