Parshottam Rupala Controversy: પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા માટે મોટી રાહત મળે એવા સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ તો પરસોત્તમ રૂપાલાને માફી નહીં આપવાની જીદ્દે ચઢ્યો છે, ત્યારે કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી દીધી છે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને માફી આપતા પત્રકાર પરિષદ યોજીને ક્ષત્રિય સમાજે ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે PM મોદીના 400 પારના લક્ષ્યને પૂરો કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ બેઠકના સમીકરણો બદલાયા! પહેલા દિવસે 100 ક્ષત્રિયાણીએ ફોર્મ ઉપાડ્યા, શું બેલેટ


કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખનું નિવેદન
રાજકોટમાં રૂપાલાના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. એક તરફ ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ રદ કરવા માંગ કરી રહ્યા છે, તો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલાનું સમર્થન કર્યું છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખના નિવેદનથી હાલ તો ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર કમલમ્ કાર્યાલય ખાતે પરસોતમ રૂપાલાને કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મંત્ર અને રામ મંદિર બનાવ્યું છે. 400 પારનો નારો છે તેને કારણે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તે અમારે કોઈ જ લેવાનું નથી. અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ. 


આ ભયંકર આગાહી જાણી લેજો! ગુજરાતમાં ભર ઉનાળે થશે કડાકા ભડાકા, આ વિસ્તારોનું આવી બનશે!


અમે ભાજપ અને પરસોતમ રૂપાલાની સાથે છીએ
મહત્વનું છે કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં કાઠી દરબાર સમાજની કમિટીની બેઠક મળી હતી. જેમાં કાઠી ક્ષત્રિય સમાજે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે ભાજપ અને પરસોતમ રૂપાલાની સાથે છીએ. અમે નિર્ણય કરી લીધો છે અને ભાજપ સાથે જ છીએ.


વર્ષો બાદ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર દોડશે ડબલ ડેકર લાલ બસ, મુસાફરોને પડશે જલસો


નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પુરુષોત્તમ રૂપાલા મામલે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપના સમર્થનમાં આવતા આ મામલો હવે એક નવો વળાંક લઈ રહ્યો છે. ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. પત્રકાર પરિષદમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


અમદાવાદમાં 50 વર્ષીય વૃદ્ધે સગીરા સાથે માણ્યું વારંવાર શરીરસુખ, આ રીતે ફૂટ્યો ભાંડો


તમને જણાવી દઈએ કે, કાઠી ક્ષત્રિય સમાજની ગુજરાતમાં 7 થી 8 ટકા વસ્તી છે. જેમાં સૌથી વધુ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છે. જ્યારે 3 હજાર ઘર રાજકોટમાં આવેલા છે.