અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Liquor ban) હોવાછતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. મોટા શહેરોમાં તો બુટલેગરો હોમ ડિલીવરી પણ પુરી પાડત થયા છે. તો માફિયાઓ અવનવા અખતરા અજમાવી ગુજરાત (Gujarat) ની સરહદે દારૂ ખુસવાડવાનો પ્રયત્ન કરે છે જેમાં ઘણીવાર સફળતા મળે છે તો ઘણીવાર પકડાઇ જાય છે. હાલમાં ગુજરાત (Gujarat) માં ચૂંટણીનો માહોલ હોવાથી દારૂની ડિમાન્ડ વધી છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે દારૂની ડિમાન્ડ વધી જતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં ગુજરાત(Gujarat) માંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Waghela) આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાત (Gujarat) માંથી દારૂબંધી (Liquor ban) હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Liquor ban) ની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Waghela) એ અભિયાન શરૂ કર્યું છે. 


જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધી (Liquor ban) ની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો હતો.

Jio ની મોટી જાહેરાત, 2 વર્ષ સુધી Free મળશે તમામ સેવાઓ અને ફોન


ત્યારબાદ અનેક લોકો દારૂબંધી (Liquor ban) હટાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે એક જૂથ એવું પણ છે કે જે દારૂબંધી (Liquor ban)  યથાવત રાખવા માંગ કરી રહ્યું છે અને દારૂબંધી નહિ હટાવવા મુદ્દે નામદાર કોર્ટમાં અપીલ કરી છે.


દારૂબંધી (Liquor ban) ના નવા કાયદાને રદ નહી કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જો દારૂબંધીનો કાયદો રદ થશે તો રાજયની સામાજીક અને કાયદાની વ્યવસ્થા ખોરવાઇ જશે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે દારૂડિયા ખુલ્લેઆમ દારૂ પીને રસ્તા પર નીકળશે અને મહીલાઓ અને બાળકો સલામત નહી રહે. આ અંગે વધુ સુનાવણી 1લી માર્ચે એટલે કે આવતીકાલે હાથ ધરાશે એવી શક્યતા છે. 

Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ


અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર (Gandhinagar) ના એક તબીબ સહિત એક મહિલાએ પણ ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો રદ કરવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી છે. જેનો વિરોધ કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, દારૂબંધી (Liquor ban) ના નવા કાયદામાં સજાની કડક જોગવાઇઓ છે તેના લીધે લોકોમાં ડર રહે છે. જો તે હટી જશે તો અન્ય રાજયોની જેમ અહી પણ ગુનાખોરી વધશે. આમ લોકોમાં દારૂબંધી (Liquor ban) મામલે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો


ચૂંટણી સમયે ગુજરાત પોલીસે 10.63 કરોડનો ઝડપ્યો દારૂ 
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થાય તે પહેલા પોલીસ અગમચેતાની રાખતાં દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. તે ઉપરાંત 437 જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. જે ચેક પોસ્ટ પર થી 19.90 લાખ નો દેશી દારૂ 10.44 કરોડનો વિદેશી દારૂ, 2 કરોડ રોકડ,15.57 કરોડના વાહન અને 2.11 કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube